નારોલ બ્લાસ્ટમાં મામલો, રિટાયર્ડ જસ્ટિસે કોર્પોરેશન એસ્ટેટ અધિકારીને ઠપકારતા કહ્યું કે..
26, નવેમ્બર 2020

અમદાવાદ-

અમદાવાદના નારોલ કેમિકલ બ્લાસ્ટમાં ૧૩ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેની તપાસ માટે આજે એસઆઈટી ની ટીમ સાથે ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં તપાસ સ્થળની મુલાકાત લીધા બાદ દિલ્હી હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ બીએસ પટેલે કોર્પોરેશન એસ્ટેટ અધિકારીનો જાહેરમાં ઉધડો લીધો હતો. નારોલ કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલામાં આજે તપાસ માટે એસઆઈટી ની ટીમ સાથે તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

દિલ્હી હાઇકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ બીએસ પટેલ, અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે, જીપીસીબી ના મેમ્બર સેક્રેટરી એવી શાહ અને અન્ય તજજ્ઞોની ટીમ તપાસમાં જાેડાઈ હતી. તેમજ ચીફ ફાયર ઓફિસર, એસીપી કે ડિવિઝન, ડાયરેક્ટર ઇન્સ્ટ્રીયલ સેફ્ટીના અધિકારી અને એનસીબી ના ઝોનલ ડિરેક્ટર તપાસ માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. એનજીટીએ બનાવેલ કમિટીએ ઘટના સ્થળની મુલાકાત લીધી.

જેમાં રિટાયર્ડ ચીફ જસ્ટિસે કોર્પોરેશન એસ્ટેટ અધિકારીનો જાહેરમાં ઉધડો લીધો હતો. સ્થળ પર થયેલા મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ લઈને ઉધડો લીધો હતો. ચીફ જસ્ટિસે કોર્પોરેશન એસ્ટેટ અધિકારીને ઠપકારતા કહ્યું હતું કે, મૃત્યુ પામનાર તમારા સગા હોત તો...?? ત્યારે આ મામલે કોર્પોરેશન અધિકારીએ ચૂપકીદી સેવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution