શહેરાના સદનપુરમાં પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો
30, સપ્ટેમ્બર 2020

શહેરા : શહેરા તાલૂકાના સદનપૂર ગામે પરણિતાએ પતિના ખાવાનૂ બનાવતા આવડતૂ નથી તેમ કહી શારિરીક અને માનસિક ત્રાસ આપતા પરણિતાએ ઝાડ પર ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવને લઇને મૃતક પરણિતાના પરિવારજનોએ પતિની સામે દૂષપ્રેરણાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

શહેરા તાલૂકાના મંગલિયાણા ગામના હંસાબેનન લગ્ન સદનપુર ગામે પ્રવિણસિંહ પ્રતાપભાઈ પગી સાથે સમાજના રિતરિવાજ મૂજબ ૧૫ વર્ષ પહેલા થયા હતા.સમય જતા પતિ પ્રવિણસિંહ એ પોતાનૂ પોત પ્રકાશયૂ હતૂ પોતાની પત્ની હંસાબેનને તને ખાવાનૂ બનાવતા આવડતૂ નથી તેમ કહિને અવનવાર શારિરીક અને માનસિક ત્રાસ આપી મારઝુડ કરતો હતો.લગ્નજીવન ભાગી ના પડે તે માટે હંસાબેન પતિનો ત્રાસ સહન કરતા હતા.છેવટે ત્રાસ વધી જતા હંસાબેને ઘરના મોભ પર ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવની જાણ મંગલીયાણા ગામના હંસાબેનના પિયરીયાઓને થતા સદનપુર ગામે દોડી આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution