વડોદરા, તા ૧૩

વડોદરા સહિત મઘ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે તત્કાલ વડોદરા દોડી આવેલા પ્રભારી મંત્રી પ્રદીપભાઇ પરમારે જીલ્લા વહીવટીતંત્રનાં ઉચ્ચ અઘિકારીઓ તથા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી સમગ્ર તૈયારીઓનો ચિંતાર મેળવ્યો હતો. જાે કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની આ બેઠકમાં શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ ઉપસ્થિત રહ્યા એટલું જ નહીં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર કેયુર રોકડિયાની જગ્યા પોતે પચાવી પાડયા અંગેની એક ગંભીર ફરિયાદ તસવીર સાથે વડોદરાના એક ધારા સભ્યએ રાજયના ઉચ્ચ મોવડીઓને મોકલતા ખળભળાટ મચ્યો છે.

પ્રભારી મંત્રી પ્રદિપભાઇ પરમાર સમક્ષ જીલ્લા વહીવટીતંત્રએ વડોદરા શહેર- જીલ્લામાં ભારે વરસાદની સ્થિતિ અને પુરની સંભવિત પરિસ્થિતિ તૈયારીઓની વિગતો રજુ કરી હતી. બેઠકમાં મેયર કેયુરભાઇ રોકડીયા, જીલ્લા પંચાયત પ્રમુખ અશ્વિનભાઇ પટેલસ ઘારાસભ્યો યોગેશભાઇ પટેલ, મઘુભાઇ શ્રીવાસ્તવ, સામીબેન મોહીલે,જીતુભાઇ સુખડીયા, કેતન ઇનામદાર, ભાજપ અગ્રણી ભાર્ગવ ભટ્ટ, મ્યુ કમિશનર શાલિની અગ્રવાલ પોલીસનાં ઉચ્ચ અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 એક એનડીઆરએફની ટીમ, ઉપરાંત જરૂરત મુજબની એસડીઆરએફની ટીમ તૈયાર રાખવામાં આવી છે. સાથે મહાનગરપાલિકા ની ૬૦ વ્યકતિઓની ટીમ તહેનાત કરવામાં આવી હોવાની પણ માહીતી આપવામાં આવી હતી.૨૨ ઓબીએમ, ૩૯ બોટ, ૧૦૮ , ફાયર વાહનો,૮૧ ટ્રીમિંગ અને કટર,૧૫૮ લાઇફ જેકેટો, જેવા સાઘનોની પુર્વ ચકાસણી કરી રેડી રાખવામાં આવ્યા છે. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઉપરાંત સાત અંન્ડરપાસ, ત્થા અન્ય સ્થળોએ સેન્સર બેઝડ સિસ્ટમ મુકવામાં આવી છે. જેથી પાણીની ભરાવની સ્થિતિનું તત્કાલ માહીતી મળતા સમયસર સલામતીના પગલા લઇ શકાય.

મહાનગરપાલિકા દ્રારા ૨૨ જેસીબી મશીનો અને તેને વોર્ડ પ્રમાણે ફાળવણી કરી દેવામાં આવી છે.કુલ ૧૩૩ ટ્રીપર વાહનો, બે ક્રેઇન ઉપરાંત નાગરીકોને ખસેડવા માટે ૨૦ સીટી બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

અતિ ભારે વરસાદની સ્થિતિમાં શહેરનાં નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાવામી સમસ્યામાં પાણી નિકાલ માટે પાલિકાના વિવિઘ ક્ષમતાનાં કુલ ૧૫ ડિવોર્ટરીંગ પંમ્પો, સિચાઇ વિભાગ નાં પંમ્પો, પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

શહેરનાં પુર્વ વિસ્તારમાં ૨૭, પશ્રિમ વિસ્તારમાં૧૭ અને ઉત્તરમાં ૮૨ દક્ષિણમાં ૧૧ મળીને૧૩૭ ફલડ લગાડવામાં આવી છે. વીજ કંપનીઓ સાથે સંકલન કરી સ્ટ્રીટ લાઇટો શરૂ રહે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.

૨૫૦૦ અસરગ્રસ્ત નાગરિકો રહી શકે તેવી વ્યવસ્થા

 સંભવિત અતિ ભારે વરસાદ અને પુરની સ્થિતિમાં ૨૫૦૦ અસરગ્રસ્ત નાગરિકો રહી શકે તેવા આશ્રયસ્થાનો નિયત કરી દેવામાં આવ્યા છે. અને આ આશ્રયસ્થાનો માં તબીબી સેવાઓ સહિત જીવન જરૂરિયાતોની પ્રાથમિક સુવિધાઓ અને ભોજન વ્યવસ્થા પણ રાખવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં લઇ વહીવટીતંત્રની તૈયારીઓ જિલ્લા કલેકટર અતુલ ગોરે આજે પ્રભારીમંત્રી પ્રદીપ પરમારની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૦ ટકા વરસાદ નોંધાયો છે. પૂરની સંભવિત સ્થિતિને પહોંચી વળવા નીચાણવાળા વિસ્તારના ગામોમાં લોકોને ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૭૩૩ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવામા આવ્યા હતા. જેમાંથી ૪૨૮ નાગરિકો પોતાના ઘરે સલામત રીતે ઘરે પરત ફરી ગયા છે. આશ્રયસ્થાનો પર ભોજનની વ્યવસ્થા તંત્રે કરી હતી. અસરગ્રસ્ત ગામોને એક મહિનાનું રાશન એડવાન્સમાં આપવામાં આવ્યું છે. એક વ્યક્તિ અકસ્માતે તણાઇ જવાની ઘટના બની છે એ સિવાય કોઇ અપ્રિય ઘટના બની નથી. તાલુકા મથકો પર પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.

માર્ગો ચાલુ રહે તેવી વ્યવસ્થા

 વરસાદ દરમિયાન વુક્ષો પડી જવાની ઘટના બને અને માર્ગો બંઘ થાય તેવી સ્થિતિને પહોંચી વળવા માટે મહાનગપાલિકા દ્રારા ૪ હાઇડ્રોલિક પંપ એક ગ્રાઇન્ડર, ૧૦ ટ્રકટરો ટ્રેલર રાખવામાં આવ્યા છે. જુલાઇ મહિનામાં અત્યાર સુધીમાં ૪૮ વુક્ષો પડવાની ઘટનાઓ નોંધાઇ છે અને અત્યાર સુધીમાં ૧૦૧૦ વુક્ષોમી ટ્રીમીંગ કરવામાં આવ્યું છે.

પાણી અને દવાનો જથ્થો તૈયાર

નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે કુલ ૩૭ આરોગ્ય કેન્દ્રો ઉપર પુરતા પ્રમાણમાં દવાઓ સાથે તબીબોને તૈયાર રાખવામાં આવ્યા છે.