વર્ષ 2020-2021માં કોરોના કાળ સમયે પણ 1 કરોડ 96 લાખ જેટલી આવક કાંકરીયા ઝૂની
01, સપ્ટેમ્બર 2021

અમદાવાદ-

અમદાવાદમાં તહેવારોમાં કાંકરીયા અને રિવરફ્રન્ટ સહિત અનેક સ્થળો લોકો માટે ખુલ્લા રાખવામા આવ્યા હતા જેમાં કાંકરિયામાં લોકોની ભીડ જોવા મળી હતી. કોરોનાકાળ બાદ કાંકરીયા પણ લોકોએ મુલાકાત લીધી હતી. જેમાં કાંકરિયામાં પણ કોરોના કાળ પછી સારી એવી આવક થઈ છે. કાંકરિયાની વર્ષ 2020- 2021 ની આવક જોઈએ તો 1 કરોડ 96 લાખ 26 હજાર 912 રૂપિયા જેટલી આવક થઈ છે. જેમાં નોક્ટરનલ ઝૂ, બાલ વાટિકા, વોટરપાર્ક, નગીનાવાડી, ફ્રેંડ્સ ઓફ, પાર્કિંગ, બટરફલાય, ગ્લાઈડર રાઇડ્સ, અને નભો દર્શન ઉપરાંત અન્ય આવક સાથે જોઈએ તો કોરોના કાળમાં કાંકરીયા ને આટલી આવક થઈ છે.

કાંકરીયા ઝૂ રાજ્યનું સૌથી મોટું ઝૂ ગણવામાં આવે છે. જૂનાગઢના સક્કરબાગ અને અમદાવાદનાં કાંકરીયા ઝૂ આ 2 મોટા ઝૂ રાજયમાં છે જેમાં વન પ્રાણીઓ, ડોમેસ્ટિક પ્રાણીઓ અને પક્ષીઓ અને સરિસૃપ જીવો પણ છે. આ ઉપરાંત બટરફલાય ગાર્ડન પણ છે આ તમામની મુલાકાત તહેવારો અને કારોના બાદ જ્યારે ઝૂ ખૂલ્યા ત્યારે અમદાવાદ વાસીઓએ મુલાકાત લીધી છે. પાછળના એક વર્ષની આવક જોઈએ તો વર્ષ 2020 થી 2021 થી ઝૂ માં 2972830...નોક્ટરનલ ઝૂ 1406900...બાલવાટિકા ..144220...નગીનાવાડી .1499041.ફ્રેંડ્સ ઓફ..328400..પાર્કિંગ..168102..બટરફલાય...384300..અન્ય આવક..30433..બેટરી પાર્ક..30586...કુલ 1 કરોડ 96 લાખ 26 હજાર 912..

તો બીજી તરફ કોરોનાકાળ બાદ કાંકરીયા ખૂલતાં મુલાકાતીઓની સંખ્યા માં વધારો થઈ ગયો છે. ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2020- 2021 માં આવનાર મુલાકાતીઓ જોઈએ તો ઝૂમાં 477615..નોક્ટરનલ ઝૂ..313600.. બાળવાટિકા અને મ્યુઝિયમ 51915..બટરફ્લાય...40920..એટલે કે વર્ષ દરમિયાન 884050 મુલાકાતીઓ આવ્યા છે. આ વિષે વાત કરતાં કાંકરીયા ડાયરેક્ટર ડોકટર આર કે શાહુ એ જણાવ્યુ હતું કે કાંકરિયામાં કોરોના પહેલી લહેર બાદ કાંકરિયા ઝૂ ખોલવામાં આવ્યું હતું જેમાં તરત જ બીજી લહેર આવતા તેને બંધ કરવામાં આવ્યું હતું. જોકે બીજી લહેરની પિક ઓછી થતાં સરકારે નિયંત્રનો હળવા કર્યા ત્યારથી કાંકરિયામાં રોજના 2 હજાર જેટલા મુલાકાતીઓ આવે છે. તહેવારોમાં કાંકરીયા ખુલ્લુ રાખતા આશરે 5 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution