12, એપ્રીલ 2021
13 એપ્રલથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે. ચૈત્ર નવરાત્રિમાં માં દુર્ઘાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં સમ્રગ ભક્તિમય માહોલ જોવા મળે છે. લોકો વિવિધરૂપે માં દુર્ઘાને પ્રસન્ન કરવાના પ્રયાસો કરતા હોય છે. નવરાત્રિની શરૂઆત કળશ સ્થાપનથી થાય છે. ત્યારે ચાલો જાણીએ કળશ સ્થાપનાના શુભ મૂહુર્તથી લઈ સંપૂર્ણ વિધિ અને તેના નિયમો.
કળશ સ્થાપનનું શુભ મૂહુર્ત
નવરાત્રિનો પ્રથમ દિવસ મંગળવારના દિવસે છે. આ દિવસે સૂર્યોદય સવારે 5 વાગ્યે 58 મિનિટ પર થશે. કળશ સ્થાપનાનું શુભ મૂહુર્ત આજ સમયથી શરૂ થઈ જશે જે 10 વાગ્યાને 14 મિનિટ સુધી રહેશે. એક માન્યતા અનુસાર સૂર્યોદય બાદ જ કળશ સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.
આ દિવસે વિષ કુંભ યોગ છે, નવરાત્રિનો પ્રથમ દિવસ મંગળવારે છે એટલે આ માટે પ્રથમ ચોઘડિયું રોગ છે. કળશ સ્થાપન આ ચોઘડિયામાં કરવું શુભ રહેશે. બ્રહ્મ મુહુર્તમાં કળશ સ્થાપના કરવા ઈચ્છતા હોવ તો સવારે 4 વાગ્યાને 27 મિનિટથી લઈ 5 વાગ્યાને 58 મિનિટ સુધી કરી શકો છો.ટ
રાહુ કાળનો સમય બપોરે 3 વાગ્યેને 34 મિનિટથી લઈ 5 વાગ્યાને 10 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન પૂજા-પાઠ સંબંધિત કોઈપણ કાર્ય ન કરવા જોઈએ. આ પૂરા દિવસનો વિશેષ સમય સવારે 9 વાગ્યાથી લઈ 10 મિનિટ સુધીનો રહેશે.
સવારે 8.30 પહેલા અખંડ જ્યોત પ્રગટાવી લો. નવરાત્રિમાં સંધુ પૂજાનું મૂહુર્ત 21 એપ્રિલ રાતે 12 વાગ્યેને 19 મિનિટે શરૂ થાય છે. જે રાત્રે 1 વાગ્યા અને 7 મિનિટ સુધી રહેશે.
પૂજા માટે કરી લો તૈયારી
નવરાત્રિના પ્રથમ દિવસે લાલ રંગના કપડાનો પ્રયોગ કરો. પૂજા માટે તૈયારી પહેલેથી જ કરી લેવી. આ માટે કળશ, નારિયેળ, શુદ્ધ માટી, ગંગાજળ, પિત્તળ અથવા તાંબાનો કળશ, સુપારી, સિક્કા, પાનનું પાન, કેરીના પાંચ પાન અને ફૂલ એકત્રિત કરી લો.