સુરત-

અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકાવિહાર સ્કૂલમાં ગત શનિવારના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ જે કોર્પોરેશન દ્વારા શહેરના શાળા-કોલેજોમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત શનિવારના રોજ શહેરમાં ફરીથી ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કોરોના ટેસ્ટિંગ કર્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ અને સ્કૂલ સંચાલકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તે બધા નેગેટિવ આવ્યા હતા. સુરત શહેરમાં ગત શનિવારના રોજ અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકાવિહાર સ્કૂલની ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું કોરોના ટેસ્ટિંગ કર્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓનું તેમજ સ્કૂલ સંચાલકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારબાદ સુરત કૉર્પોરેશન દ્વારા સ્કૂલને 25 સપ્ટેમ્બર સુધી બંધ રાખવા આવી છે, તથા વિદ્યાર્થિનીના ઘરે પણ તમામનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. પરિવારના તમામ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકાવિહારની વિદ્યાર્થિનીને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલને 25 સપ્ટેમ્બર સુધી બંધ કરવામાં આવી.