દિલ્હી-

સર્વશ્રેષ્ઠ ગ્રંથ તરીકે રામાયણની ગણના માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં થાય છે, હવે ઇસ્લામિક દેશ સાઉદી અરેબિયાએ રામાયણનો સમાવેશ પોતાના પાઠ્ય પુસ્તકમાં કરી છે, આ સમાચારથી ઉત્સાહિત રામાયણ ધારાવાહિકનાં લક્ષ્મણ સુનિલ લહરીએ આ બાબતને ગૌરવનો વિષય ગણાવ્યો છે. સુનિલ લહેરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે, તમામ ભારતીયો માટે ગર્વની વાત છે કે સાઉદી અરેબિયાએ રામાયણને પોતાના પાઠ્યક્રમનો ભાગ બનાવ્યો છે, સુનિલ લહેરીની આ પોસ્ટ અંગે તેમના ફોલોઅર્સે ખુશી વ્યકત કરી.

સાઉદી અરેબિયામાં રામાયણને પાઠ્યુસ્તકમાં સમાવેશ કરવાનાં સમાચાર અલબત્ત પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન ૨૦૩૦નાં ટિ્‌વટ પછી બહાર આવ્યા હતા, જેમાં તેમણે વિવિધ દેશોની સંસ્કૃતિ અને ઇતિહાસને સમાવવાની યોજનાઓ જણાવી હતી. એક યુઝર્સે તેમના પુત્રના સોશિયલ સ્ટડીઝનાં પુસ્તકનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું - હિંદુ ધર્મ, રામાયણ, મહાભારત, બૌદ્ઘ, કર્મ અને ધર્મનો ઇતિહાસ અને વિભાવના હાલની પેઢીને સહઅસ્તિત્વની પ્રેરણા આપશે.