વડગામ, તા.૩
વડગામ માં ભાજપ-કોગ્રેસના આગેવાનોની ચંચુપાત થી ઘણા સમયથી તાલુકા નો વિકાસ રૂધાતો રહ્યો છે.તાલુકાના આ કહેવાતા આગેવાનો દ્વારા પોતાની હા માં હા કહેનારા કર્મચારીઓ ને જ તાલુકા ની વિવિધ કચેરીઓમાં મહત્વના ચાર્જ અપાવવામાં આવતા હોય છે.વડગામમા બેઠેલા આગેવાનોને કર્મચારીઓ સાથે કોઈ મનમેળ ન બેસે તો તેને કોઇપણ ભોગે બદલી દેવામાં આવતા હોવાની ચર્ચાઓ તાલુકા ભરની જનતાના મોઢે થઈ રહી છે.
વડગામ તાલુકા વિકાસ અધિકારી ની અનેક વિવાદો બાદ બદલી થતાં થોડા દિવસ પહેલા જ પાલનપુર જિલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા એક નિષ્ઠાવાન કર્મચારીને વડગામ તાલુકા વિકાસ અધિકારી નો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.પરંતુ નિષ્ઠાવાન સાથે સ્વચ્છ અને તટસ્થ સ્વભાવ ધરાવતા આ ઇન્ચાર્જ ટીડીઓને વર્ષોથી તાલુકા પંચાયત માં બેઠેલા કેટલાક કર્મચારીઓ અને તાલુકાના ભાજપ-કોગ્રેસના આગેવાનોને તાલમેલ ન આવતા ઇન્ચાર્જ ટીડીઓ પાસેથી ચાર્જ છોડાવીને તાલુકાના કહેવાતા આગેવાનો અને વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા કર્મચારીઓએ પોતાના માનીતા અને હા માં હા કહેનારા કર્મચારી ને ટીડીઓનો ચાર્જ અપાવવા ધમપછાડા કરાયા હતા.પરંતુ વડગામ તાલુકા વિકાસ અધિકારી નો ચાર્જ પાલનપુર તાલુકા પંચાયત ના ટીડીઓ ને અપાતા”ચોરની મા કોઠીમાં માથું સંતાડે”તેવો ઘાટ તાલુકાના આગેવાનો ના થયા હતા.જયારે વડગામ મામલતદાર આર.સી.ઠાકોર તા ૩૦ જુનના વયનિવૃત થતાં વડગામ મામલતદાર નો ચાર્જ ડીસાના મામલતદારને અપાયો છે.કોરોનાની માહામારીના સમયે વડગામ તાલુકાના મહત્વ ના બે હોદ્દા ઇન્ચાર્જ ના હવાલે કરી દેવાતા તાલુકો ન ધણીયાતો બન્યો છે.વડગામમા વિધાર્થીઓ ને આવક,જાતિ,ક્રીમીનલ સહીત ના દાખલાઓ મેળવવા પણ ફોફે ચઢવું પડે છે.ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક વડગામ ટીડીઓ અને મામલતદાર ની કાયમી જગ્યા ભરીને રામભરોસે રહેલી વડગામ તાલુકાની જનતાને મદદરૂપ બને તેવું તાલુકા ભરની જનતા ઇચ્છી રહી છે.
Loading ...