વિદ્યાનગરમાં માતાજીના ગરબામાં કેટલાંક લોકોએ ખુલ્લેઆમ દારૂ ઢીંચ્યો
22, ઓક્ટોબર 2021

આણંદ, દેશના રાષ્ટ્રપતિા અને ગુજરાતના પનોતા પુત્ર ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના નામે લીરેલીરા ઉડતા જ હોય છે. આણંદના વિદ્યાનગરમાં વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં શરદ પૂનમના રોજ યોજાયેલા ગરબામાં લોકો દારૂની મિજબાની માણતા નજરે પડ્યા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમા અમુક શખ્શો હાથમાં દારૂના ગ્લાસ સાથે ઝુમી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. વીડિયોમાં શખ્સો જાહેરમાં જ લોકોની સામે દારૂની પાર્ટી કરી રહ્યા છે. વિદ્યાનગરમાં આવેલ વૈભવ સિનેમાની પાસે કલીકુંજ સોસાયટીમાં આ ગરબા યોજાયા હતા. જેના સોસાયટીના શેરી ગરબામાં જ આ શખ્સો દારૂ પીને નાચતા નજરે પડી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ વિવાદ સર્જાયો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution