ઉપરવાસમાં વરસાદને કારણે કડાણા જળાશયની જળસપાટીમાં વધારો
23, સપ્ટેમ્બર 2021

લુણાવાડા

મહીસાગર જિલ્લાાના ક્ડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદના કારણે તથા રાજસ્થાનના બાંસવાડા ખાતેના મહીસાગર બજાજ ડેમમાંથી છોડવામાં આવી રહેલ પાણીના પ્રવાહને લઈને કડાણા જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ અંગેની વિગતો આપતાં દિવડાકોલોની ફલ્ડ સેલના ઓપરેટર શૈલેષભાઇ ભોઇએ જણાવ્યું હતું કે, કડાણા બંધનું આજે તા. ૨૨/૯/૨૧ના રોજ બપોરના બે વાગ્યા સુધીનું લેવલ ૪૦૭.૧૧ ફુટ થયું છે. ક્ડાણા જળાશયની પૂર્ણ સપાટી ૪૧૯ ફૂટ છે. જેથી જળાશય ૭૩.૮૫ ટકાથી વધુ ભરાયો હોઇ વોર્નિંગ સ્ટેજ (ઉટ્ઠહિૈહખ્ત જીંટ્ઠખ્તી) જાહેર કરવામા આવેલ છે. જળાશયમાં ૬૪,૧૬૪ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જયારે ડેમમાં પાણીનો કુલ જથ્થો ૩૨,૫૮૬ એમ.સી.એફ.ટી છે.રાજસ્થાનના બાંસવાડા ખાતેના મહીસાગર બજાજ ડેમમાંથી છોડવામાં આવી રહેલ પાણીના પ્રવાહને લઈને કડાણા જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution