15, ડિસેમ્બર 2020
ડભોઇ, ડભોઇ સરદાર સોપિંગ સેન્ટર ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી સરાફી મંડળીની વાર્ષીક કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં ચાલુ સાલ સરાફી મંડળીના સભાસાદો માટે મહત્વ નો ર્નિણય ચર્ચા વિચારણા બાદ લેવામાં આવ્યો હતો જેમાં હવે થી ચાલુ સાલે મંડળી ના સભાસાદો ને રૂ.૭ લાખ થી વધારી ૮ લાખ ધિરાણ તેમજ મૃતક સભાસદના વારસદાર ને રૂ.૬ લાખ ની જગ્યા એ ૭ લાખ મરણોતર સહાય આપવા નો મહત્વ નો સર્વાનુમતે ર્નિણય લેવાયો હતો. ડભોઇ ખાતે છેલ્લા કેટલાય સમય થી શિક્ષકો ની પડખે ઊભેલી તાલુકા પ્રાથમિક શિક્ષકો ની સહકારી સરાફી મંડળી જરૂર સમયે શિક્ષકો ને ધિરાણ તેમજ મરણોતર સહાય આપી મદદ રૂપ થતી હતી ચાલુ સાલ ની વાર્ષીક સધારાણ સભા તાલુકા શિક્ષકોની સહકારી સરાફી મંડળીના કાર્યાલય સરદાર સોપિંગ સેન્ટર ખાતે પ્રમુખ જૈમિન ભાઇ પટેલ તેમજ ઉપપ્રમુખ ધનશયામ ભાઇ પટેલ સહિત કારોબારી સભ્યો ની ઉપસ્થીતી માં મળી હતી.