ન્યુ દિલ્હી,તા.૬

ભારતમાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કેસો તેની શિખરે પહોંચી રહ્યાં હોય અથવા તો સંક્રમણનો ખતરનાક સંભવિત ત્રીજા તબક્કો ચાલી રહ્યો હોય તેમ ૨૪ કલાકના સમયગાળામાં સતત ૪થા દિવસે ૯ હજાર કરતાં વધારે કેસો બહાર આવ્યાં છે.આજે શનિવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૯,૮૮૭ કેસો બહાર આવ્યાં અને આ જ સમયગાળામાં વધુ ૨૯૪ દર્દીઓના મોત થયા છે. નિષ્ણાતો એવો ભય વ્યક્ત કરે છે કે જા આ જ પ્રમાણે કેસો વધ્યા કરશે તો સંક્રમણને રોકવા કદાચ ફરીથી લોકડાઉન અંગે સરકાર વિચારે તો નવાઇ નહીં. જનહિતમાં સરકાર કોઇપણ નિર્ણય લઇ શકે છે. 

આંકડા પર નજર નાખીએ તો ભારતમાં એક જ અઠવાડિયામાં કોરોનાના ૬૧ હજાર કેસ વધ્યા છે. કેસોની સંખ્યામાં ભારત હવે ઇટાલી કરતાં પણ આગળ નિકળી ગયું છે. જા કે મૃત્યુઆંકમાં ભારત ઇટાલીથી ખૂબ જ પાછળ છે. જાકે, ઇટાલીમાં ૩૩,૭૭૪ દર્દીઓનાં મોત થઇ ચૂકયા છે જ્યારે ભારતમાં આ આંકડો ૬૬૪૯ છે.

બે મહિનાના કડક લોકડાઉન બાદ આપવામાં આવેલી છૂટછાટના પગલે કોરોનાનો કેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. હજુ તો ૮ જૂનથી મોલ-ધાર્મિક સ્થાનો વગેરે ખુલી રહ્યાં છે. ત્યારે તે વખતે કેસો વધવાની શક્્યતા નકારી શકાય તેમ નથી. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૨,૩૬,૬૫૭ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯૮૮૭ નવા કેસ સાથે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જાવા મળ્યો છે.

એકતરફ કેસો વધી રહ્યાં છે તો બીજી તરફ રિકવરી રેટમાં પણ વધારો જાવા મળી રહ્યો છે. ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૮.૨૦ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૧૧ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૧,૧૪૦,૭૩ સુધી પહોંચી ગયો છે.

જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૪ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૬૪૨ સુધી પહોંચી ગઈ છે. શનીવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૧૧૫૯૪૦ કેસ સક્રિય છે.ઉલ્લેખનીય છે કે ઇટાલીમાં કુલ પોઢિટિવ કેસો ૨,૩૪,૫૩૩ છે જ્યારે ભારતમાં ૨,૪૩,૭૩૩ છે.

દિલ્હીમાં ઇડી કાર્યાલય સીલ કરાયું

ઈડી મુખ્યાલયના રિપોર્ટ મુજબ ૬ કાર્યરત અધિકારી સંક્રમિત થઈ ચૂક્્યા છે. એક સ્પેશિયલ ડાયરેક્ટર પણ સંક્રમિત થવાની માહિતી મળી રહી છે. વળી, ઈડીના જૂનિયર અધિકારી સાથે લગભગ બે ડઝન અધિકારી સંપર્કમાં આવ્યા છે ત્યારબાદ તમામ અધિકારીઓની તપાસ કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. એક અધિકારીના પત્ની પણ સંક્રમિત થયા છે. ઈડી મુખ્યાલયને ઉપર સ્થિત આવકવેરાના કાર્યાલયમાં પણ ઘણા લોકો સંક્રમિત થયા છે.કેસો મામલે ભારત ઇટાલીથી આગળ