ઇસ્લામાબાદ-

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરૈશીએ સંયુક્ત રાષ્ટ્રને સૂચિત કરતાં ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે, ભારત કાશ્મીરમાં ફરીથી કંઈક મોટું કરી શકે છે.પાકિસ્તાની વિદેશ મંત્રાલય તરફથી નિવેદન રજૂ કરવામાં આવ્યું છે. “ભારત કાશ્મીરમાં ફરીથી ગેરકાયદેસર અને એકતરફી પગલાઓ ભરી શકે છે. ત્યાંની વસ્તી વિષયક બાબતોને ફરીથી વિભાજીત કરવા અને બદલવા માટે કંઈક કરવામાં આવી શકે છે.” પાકિસ્તાની વિદેશ મંત્રી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને સંબોધિત કરતાં એક પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં કુરૈશીએ લખ્યું છે કે, કાશ્મીરીઓને દબાવવા માટે પાછલા ૨૨ મહિનાઓથી ભારત કંઈને કંઈ કરી રહ્યું છે. કાશ્મીરમાં માનવાધિકારોનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાનના આ નિવેદન પર ભારત તરફથી હજું કોઈ જ પ્રતિક્રિયા આવી નથી. જાેકે, ભારત હંમેશા કહેતું આવ્યું છે કે, કાશ્મીર તેમનો આતંરિક મામલો છે અને પાકિસ્તાને તેના પર બોલાવાનો કોઈ જ હક્ક નથી.કુરેશીએ કહ્યું હતું કે ભારત કાશ્મીરીઓના આર્ત્મનિભરતાના અધિકારને ખતમ કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાને કહ્યું કે, ત્યાની વસ્તી વિષયક બાબતોમાં પરિવર્તન દ્વારા આ અધિકારને નબળા પાડવામાં આવી રહ્યાં છે. કુરેશીએ કહ્યું કે કાશ્મીરની બહારના લોકોને નકલી નિવાસના પ્રમાણપત્રો આપવામાં આવી રહ્યા છે.કુરેશીએ કહ્યું કે, ૧૯૫૧ થી કાશ્મીરમાં તમામ પ્રકારના ગેરકાયદેસર અને એકતરફી પગલા લેવામાં આવી રહ્યા છે. આમાં ૫ ઓગસ્ટ, ૨૦૧૯ નો ર્નિણય શામેલ છે, જે અંતર્ગત કાશ્મીરની બંધારણીય સ્થિતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જાે ભવિષ્યમાં કાશ્મીરમાં ભારત વધુ એકપક્ષીય પરિવર્તન લાવે છે, તો તે સુરક્ષા પરિષદના ઠરાવો અને ચોથી જિનીવા સંમેલન સહિત આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ગણાશે.