બ્રિટન-

બ્રિટનમાં આપવામાં આવતી ઉર્ઁં માન્ય વેક્સિન ફાઈઝર, એસ્ટ્રાઝેનેકા અથવા મોડર્નાનું વેક્સિનેશન બ્રિટનમાં થાય તો માન્ય ગણાય અને આ જ વેક્સિનેશન અન્ય દેશમાં કરવામાં આવ્યું હોય તો બ્રિટનની સરકાર માન્ય રાખતી નથી. ફરજિયાત ૧૦ દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડે છે.

થરુર અને જયરામ રમેશે બ્રિટનના નિયમોની ઝાટકણી કાઢી તેને રંગભેદ સાથે સરખાવી યુકેમાં યોજાનારી ઇવેન્ટમાં ભાગ લેવા ઇનકાર કયો બ્રિટનની નવી કોરોના માગર્ર્દિશકા રંગભેદભરી હોવાનો રાજ્યસભાના સાંસદ તથા પૂર્વ પ્રધાન જયરામ રમેશે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે બ્રિટનમાં આપવામાં આવતી ઉર્ઁં માન્ય વેક્સિન ફાઈઝર, એસ્ટ્રાઝેનેકા અથવા મોડર્નાનું વેક્સિનેશન બ્રિટનમાં થાય તો માન્ય ગણાય અને આ જ વેક્સિનેશન અન્ય દેશમાં કરવામાં આવ્યું હોય તો બ્રિટનની સરકાર માન્ય રાખતી નથી. બીજી બાજુ સાંસદ શશિ થરુરે ટિ્‌વટ કરીને ક્રોધ ઠાલવતાં લખ્યું છે કે સંપૂર્ણ વેક્સિનેશન કરાવ્યું હોય એવા ભારતીયોને પણ ફરજિયાત ૧૦ દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવા ફરજ પાડવી એ આક્રમક અને વાંધાજનક કૃત્ય છે. બ્રિટને કોરોનાને અનુલક્ષીને નવી ટ્રાવેલ માગર્ર્દિશકા જાહેર કરી હતી. તેમાં આફ્રિકન અને દક્ષિણ અમેરિકન દેશોમાંથી આવનાર લોકોએ ફરજિયાત ૧૦ દિવસ ક્વોરન્ટાઈન રહેવાનો આકરો નિયમ હતો. બ્રિટને તેમાં સુધારો કરી પ્રતિબંધિત દેશોની યાદીમાં હવે ભારત, રશિયા, સાઉદી આરબ, તુર્કી, જાેર્ડનના નામ પણ સામેલ કરી દીધા છે. પરિણામે હવે ભારતમાંથી આવનાર નાગરિકોએ માન્ય વેક્સિનના બે ડોઝ લઈ લીધા હોય તો પણ તેમણે ફરજિયાત ૧૦ દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડે છે. પછી ઇ્‌ઁઝ્‌રઇ ટેસ્ટ કરાવવો પડે છે.