મહેસાણા-

રાજયના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં, આવેલું સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરને, રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભારતનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરામાં હોવાથી આગામી સમયમાં આ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવનાર છે. મોઢેરા સૂર્યમંદિરથી ત્રણ કિલોમીટર દૂર આવેલા સૂજાણ પુરા ગામ ખાતે સોલાર પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે જે ભારતનો પ્રથમ સોલાર પ્રોજેકટ છે. 69 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સોલાર પ્રોજ્કટનું સપ્ટેમ્બર માસમાં લોકાપર્ણ કરવામાં આવનાર છે. આ સોલાર પ્રોજેક્ટથી મોઢેરા સૂર્યમંદિર અને ગામમાં આવેલા 1610 પરિવારને, સોલાર વીજળી પુરી પાડવામાં આવશે.  આ ખાસ પ્રસંગે મોઢેરા સૂર્યમંદિરને, રંગબેરંગી રોશની થી, શણગારવામાં આવ્યું છે. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ પ્રોજક્ટનુ લોકાપર્ણઁ થઈ ગયા પછી, મોઢેરા સૂર્યમંદિર રાત્રીના સમયે આવી રીતે જ ઝળહળતુ જોવા મળશે.