મકરપુરા જીઆઇડીસીમાં ગેરકાયદે દબાણો સામે ઉદ્યોગકારોએ ત્રીજું નેત્ર ખોલ્યું 
19, જુલાઈ 2023

વડોદરા,તા.૧૮

વડોદરા શહેરની દક્ષિણે આવેલ મકરપુરા ઔદ્યોગિક વસાહતમાં ઘણા લાંબા સમયથી ઠેર ઠેર પાલિકા, પોલીસ અને જીઆઇડીસી તંત્રની મહેરબાની અને આંખઆડા કાનને લઈને એક એક માર્ગ પર ગેરકાયદેસર દબાણો બિલાડીના ટોપની માફક ફૂટી નીકળયા છે.આને લઈને દિવસે દિવસે ત્રસ્ત બનેલા ઉદ્યોગકારોને આખરે આવા લારી ગલ્લાઓ અને વાહનો ઉપરાંત વસાહતોના ગેરકાયદેસર દબાણકર્તાઓની દાદાગીરીનો લઈને ત્રીજું નેત્ર ખોલવાની ફરજ પડી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વીસીસીઆઈના હોદેદારો સાથે મકરપુરા જીઆઇડીસીના અંદાજે ૩૦૦થી વધારે ઉદ્યોગકારો અને વર્કરો સાથે જઈને વરસતા વરસાદમાં વોર્ડ નંબર ૧૮ ના વોર્ડ ઓફિસર મહેશ રબારીને અને એસીપી એફ ડિવિજન મકરપુરા પ્રણવ કટારિયાને આવેદન આપ્યું હતું. આ આવેદનની મુખ્ય બાબતોમાં મકરપુરા જીઆઇડીસી માં થતા આડેધડ પાર્કિંગ, જ્યાં ત્યાં ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ અને એમના લીધે થતી દબાણની સમસ્યાની રજૂઆત મૂકી છે અને એનો નિવેડો આવે એવું સર્વ ઉદ્યોગકારો એ રજૂઆત મૂકી છે. એમઆ એવી માગ કરાઈ છે કે કોઈના વેપાર ધંધા માટે અમને કોઈ જગ્યાએ ક્યાંય તકલીફ નથી વેપાર ધંધો કરવાનો દરેકને અધિકાર છે પરંતુ એ વેપાર ધંધાને લીધે ટ્રાફિકની અડચણો ન આવવી જાેઈએ. લારી ગલ્લા, ખાણીપીણીની લારીઓને લીધે એટલો બધો ટ્રાફિક થઈ જાય છે જેના લીધે ટ્રાફિકજામ અને અકસ્માતોની સંખ્યા વધતી જાય છે. ગેરકાયદેસર ઝુપડપટ્ટીની પણ સમસ્યા એટલી જ વિકરાળ છે. મકરપુરા જીઆઇડીસીમાં જેને લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઉદ્ભવે છે. ઇન્ડસ્ટ્રીઝ ને એ બાબતે ઘટતું કરવા માટે ૩૦૦થી વધારે ઉદ્યોગકારો વરસતા વરસાદમાં ચાલતા જઈને ને આવેદન આપ્યુ અને ઘટતું કરવા વિનતિ કરી હતી.

મકરપુરા જીઆઇડીસીમાં લારી ગલ્લા અવ્યવસ્થિત રીતે હેવી વિહકલ પાર્કિંગ ગેરકાયદેસર દબાણોનું સામ્રાજ્ય હેવી ડમ્પરો રેતી કપચીના અને પ્રાઇવેટ લક્ઝરી બસની બેફામ અવરજવરને લીધે ટ્રાફિકની સમસ્યા ખૂબ વિકટ બની છે આના લીધે નાના મોટા અને ગંભીર અકસ્માતોના બનાવો બનતા રહે છે. આ ગંભીર સમસ્યાનો સત્વરે નિરાકરણ આવે એ માટે વીસીસીઆઈના હોદેદારો , સભ્યો , ઊદ્યોગકારો , કામદારો અંદાજે ૩૦૦થી વધારેની સંખ્યામાં ભેગા થઈને વોર્ડ નંબર ૧૮ના વોર્ડ ઓફિસર મહેશ રબારી ને અને એસીપી એફ ડિવિજન મકરપુરા પ્રણવ કટારિયાને આવેદન આપ્યું હતું.જે બાબતે ઘટતું કરવાની ઉદ્યોગકારોને અધિકારીઓએ ખાતરી આપી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution