મોંઘવારીનો માર પાણીમાં ભજીયા તળી મોંઘવારીનો વિરોધ પ્રદર્શિત કર્યો
25, જુન 2021

જુનાગઢ, પેટ્રોલથી માંડીને તેલના ભાવ દિવસેને દિવસે આકાશે આંબી રહ્યા છે. ત્યારે એકતરફ કોરોનાના લીધે ધંધા પાણી ભાગી પડ્યા છે. બીજી તરફ મોંઘવારીની મારના લીધે જીવન નિર્વાહ કરવો કઠીન બની ગયો છે. જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શારદાબેન કથીરીયાની આગેવાનીમાં દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીનો વિરોધ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. “બહોત હુઇ મહેંગાઇ કી માર” ના રૂપાળા સૂત્રથી સત્તા પર બેઠેલી મોદી સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. દેશમાં વધી રહેલી મોંઘવારીના વિરોધમાં જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીને લઇ પાણીમાં ભજીયા બનાવી મોંઘવારીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ શારદાબેન કથીરિયા, વર્ષાબેન લીંબડ,કારીબેન, રેહમતબેન  તેમજ જુનાગઢ શહેરના તમામ મહિલા કોંગ્રેસ કાર્યકરોએ તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution