મોંઘવારીનો માર  પેટ્રોલમાં ૫૩ અને ડીઝલમાં ૬૪ પૈસાનો વધારો
19, જુન 2020

ન્યુ દિલ્હી,તા.૧૮ 

કોરોના સંકટના સમયે આમ આદમીને મોટો ઝાટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ગુરૂવારે સતત ૧૨માં દિવસે વધારો જાવા મળ્યો છે. જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં નરમાઈ જાવા મળી રહી છે. સતત ૧૨માં દિવસે વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૬.૫૫ રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે અને ડીઝલની કિંમત ૭.૦૬ રૂપિયા પ્રતિ લિટર વધી છે.

ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ક્રમશઃ ૫૩ પૈસા અને ડીઝલમાં ૬૪ પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. ઇÂન્ડયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ક્રમશઃ૭૭.૮૧ રૂપિયા અને ડીઝલની કિંમત વધીને ૭૬.૪૩ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

ગુજરાતમાં અમદાવાદમાં આજના પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરીએ તો પેટ્રોલની કિંમત ૫૧ પૈસા વધીને ૭૫.૩૪ રૂપિયા થઈ છે જ્યારે ડીઝલની કિંમત ૬૨ પૈસા વધીને ૭૩.૮૪ રૂપિયા થઈ છે. ગઈકાલે એટલે કે ૧૭ જૂનના રોજ પેટ્રોલની કિંમત ૭૪.૮૩ રૂપિયા પ્રતિ લિટર હતી જ્યારે ડીઝલની કિંમત ૭૩.૨૨ રૂપિયા પ્રતિ લિટર હતી. નોંધનીય છે કે, ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ પેટ્રોલ ડીઝલ પર લાગતા વેટમાં રાજ્ય સરકારે ૨ રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution