જવાબદારીપૂર્વક પેન્ડિંગ ફાઈલોનો નિકાલ કરવાના બદલે મ્યુ. કમિ. શાલિની અગ્રવાલે જવાબદારી છોડી
19, ફેબ્રુઆરી 2022

લોકસત્તા વિશેષ તા. ૧૯

શહેરમાં વિકાસના કામોની ફાઈલો દબાવી બેસી રહેલા મ્યુ. કમિશનર સામે ચોતરફી નારાજગીનો મારો શરૃ થતાં તેનો પડધો આજે કોર્પોરેશનમાં પડ્યો હતો. ખાસ કરીને કમિશનર કામ નહીં કરતા હોવાની શહેર ભાજપના નેતાઓની સામૂહિક રજુઆત બાદ તેઓની બદલી નિશ્ચિત થતાં કમિશનર એકશનમાં આવ્યા હતા. જાેકે આ એકશન જવાબદારી પૂર્વક પેન્ડીંગ ફાઈલોનો નિકાલ કરવાના બદલે જવાબદારીમાંથી છટકવાની હતી. આજે એક ખાતાકીય પરિપત્ર કરી કમિશનર શાલિની અગ્રવાલે વિવાદાસ્પદ ટાઉન પ્લાનિંગ વિભાગના પાવર ડેલીગેટ કર્યા હતા. જેમાં ટાઉનપ્લાનિંગ વિભાગના ખાતાધિકારી એટેલેક ડે. કમિશનરને બોહળો પાવર આપતો પરિપત્ર કર્યો હતો.

કોર્પોરેશનના કમિશનર અને વુડાના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળનાર શાલિની અગ્રવાલ નક્કર ર્નિણય કરવામાં તો ઠીક પરંતું રોજીંદી કામગીરીમાં યોગ્ય ર્નિણય કરવાના બદલે જે તે વિભાગના ખાતાધિકારીઓને ફાઈલો સહી કરવા માટે ટટળાવતા હતા. જેના કારણે વિવિધ વિભાગોના કામો અને તેમાં પણ ખાસ કરીને ટાઉન પ્લાનિંગ વિભાગની ફાઈલો અટવાતા શહેરના ડેવલોપમેન્ટ પર તેની અસર પડી હતી. આ વિવાદ દરમ્યાન સામાન્ય નાગરીકો, કોર્પોરેટરો, બિલ્ડરો અને શહેર ભાજપની નેતાગીરીએ વિરોધી સૂર ઉઠાવતા તેના પડધા ગાંધીનગર સુધી પડ્યા હતા. આ અંગે લોકસત્તા જનસત્તાએ જ ઘટસ્પોટ કરી કમિશનર શાલીની અગ્રવાલની બદલી કરવાની સામૂહિક માંગ શહેર ભાજપની તમામ નેતાગીરીએ કરી હોવાનું જાહેર કર્યું હતું.

આ સમાચારના પગલે એકશનમાં આવેલા કમિશનર શાલિની અગ્રવાલે વિવાદાસ્પદ ટાઉન પ્લાનિંગ વિભાગના તેમના હસ્તકના મોટાભાગના પાવર એટલેકે સત્તા ડે. કમિશનરને સુપ્રત કરી હતી. જાેકે આ વિવાદ પછી માનવામાં આવતું હતુંક કમિશનર જવાબદારી સ્વીકારી મહિનાઓથી પેન્ડીંગ ફાઈલોનો નિકાલ કરશે. પરંતું આ જવાબદારી સ્વીકારવાના બદલે કમિશનરે જવાબદારી છોડવાનો ર્નિણય કરતા પાલિકામાં આશ્ચર્ય ફેલાયું હતું.

આખરે ક્રેડાઈના હોદ્દેદારોની રજૂઆતનો પડઘો પડ્યો

શહેરના વિકાસના નામે ક્રેડાઈ વડોદરાના હોદ્દેદારોએ શરૃ કરેલા સોશ્યલ મિડીયા કેમ્પેઈનને આરંભે રાજકીય રંગ આપવાનો પ્રયાસ ઉભો કરવામાં આવ્યો હતો. પરંતું ક્રેડાઈ વડોદરાના હોદ્દેદારોએ સ્પષ્ટ જણાવ્યું હતુંકે ડેવલોપમેન્ટની ફાઈલો અધિકારીઓ દબાવી રાખે છે. આ વિવાદ બાદ કોર્પોરેશનમાં મેયર કેયુર રોકડીયા અને વુડામાં સીઈઓ અશોક પટેલે ક્રેડાઈના હોદ્દેદારો સાથે બેઠકો કરી તેઓના પડતર પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપી હતી. એટલું જ નહીં આ વિવાદનો પડધો છેક ગાંધીનગર સુધી પડ્યો હતો. જેમાં શહેર ભાજપના નેતાઓએ કમિશનરને બદલવા માટે સામુહિક માંગણી કરી હતી. જેના પગલે આજે કમિશનરે ટાઉન પ્લાનિંગ વિભાગમાં પેન્ડીંગ ફાઈલોનો નિકાલ કરવાની સત્તા ડે. કમિશનરને આપતા ક્રેડાઈની રજુઆતનો પડધો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution