19 નવેમ્બર એટલે 'ઇન્ટરનેશનલ મેન્સ ડે' પણ ભાગ્યેજ લોકોને આ વિશે માહિતી હશે. સામાન્ય રીતે લોકોને ઇન્ટરનેશનલ વુમન્સ ડે વિશે તો માહિતી હોય જ છે. ઇન્ટરનેશનલ મેન્સ ડે ઉજવવાનો હેતુ સમાજમાં મહિલાઓ જેટલું જ મહત્વ પુરૂષોનું છે એ દર્શાવવાનો છે. સમાજમાં માત્ર મહિલાઓ સાથે જ શોષણ, ભેદભાવ, હિંસા, અસમાનતા નથી થતી પુરૂષો સાથે પણ આ તમામ ઘટનાઓ થાય છે. ઇન્ટરનેશનલ મેન્સ ડે ની ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે પુરૂષોના સકારાત્મક ગુણોનું સન્માન કરવું અને એમને પ્રોત્સાહન આપવું. દરવર્ષે ઇન્ટરનેશનલ મેન્સ ડે ની થીમ અલગ-અલગ હોય છે. આ વર્ષે ઇન્ટરનેશનલ મેન્સ ડે ની થીમ 'પુરૂષો અને છોકરાઓનું સારૂ સ્વાસ્થ્ય'.

ઇન્ટરનેશનલ મેન્સ ડે ઉજવવાની શરૂઆત કેવી રીતે થઇ?

સૌથી પહેલા વર્ષ 1923 માં જ્યારે ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી થઇ ત્યારે જ 23 ફ્રેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ મેન્સ ડે ની ઉજવણી કરવા માટે માંગ કરવામાં આવી હતી. વર્ષ 1968 માં અમેરિકાન જર્નાલિસ્ટ જોન.પી.હેરિસે એક આર્ટિકલ સોવિયત પ્રણાલીમાં અસમાનતા હોવાનું કહ્યું હતું. કેમ કે, ઇન્ટરનેશનલ મહિલા ડેની તો ઉજવણી કરે છે પણ ઇન્ટરનેશનલ મેન્સ ડેની ઉજવણી નથી થતી. ડો.જીરોમ તિલકસિંહે પુરૂષોને સમાજમાં મહત્વ આપવા માટે અનેક કાર્યો કર્યા છે. એમના કારણે જ આજે વિશ્વમાં ઇન્ટરનેશનલ મેન્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં ઇન્ટરનેશનલ મેન્સ ડે ની ઉજવણીની શરૂઆત વર્ષ 2007 થી કરવામાં આવી. 

કેવી રીતે ઇન્ટરનેશનલ મેન્સ ડે ની ઉજવણી કરી શકાય છે?

તમારા આસપાસના પુરૂષોને તમારી લાઈફમાં એમનું કેટલું મહત્વ છે એ જણાવી શકો છે. તમારા ફ્રેન્ડ કે ફેમિલીમાંના પુરૂષ સદસ્યોને કોઈ ખાસ એમને ગમતું હોય એવું ગિફ્ટ આપીને તમે ઇન્ટરનેશનલ મેન્સ ડે ની ઉજવણી કરી શકો છો. સૌથી સરળ અને પસઁદ આવી શકે એવું ગિફ્ટ તમે એમના માટે સારા મેસેજ કે હેન્ડ રીટેડ ગ્રીટિંગ કાર્ડ આપી શકો છો.