નફા માટે શેરબજારમાં રોકાણ શ્રેષ્ઠ વિકલ્પ

ગતાંકમાં આપણે 'બચત’ તરફથી 'રોકાણ’ તરફ પ્રગતિ કરવા માટેની પ્રક્રિયા વિશે જાણકારી મેળવી. હવે મુળ વિષય પર આવીએ.

બચત એટલે, ભવિષ્યના ઉપયોગ માટે આજે પોતાની પાસે જે ઉપલબ્ધ રકમ છે અથવા તો જે નિયમિત આવક હોય તેમાંથી એકભાગ બાજુએ મુકવો. બચતનો મુખ્ય ધ્યેય ‘એકત્રિત ભંડોળ’ ભવિષ્યના અતિ મહત્વનાં લક્ષ્યોની પ્રાપ્તિ સમયે, ઉપયોગ માટે સહિ-સલામત ઉપલબ્ધ રહે તેવો છે. તો બીજી તરફ રોકાણ એટલે, પોતાનાં નાણાંને એવી અસ્કયામતોમાં મૂકવા કે જે સમય જતાં મૂલ્યમાં વધારો કરી શકે. રોકાણ કરવાનો મુખ્ય ધ્યેય નફો અથવા આવક મેળવવાનો છે, એકત્રિત ભંડોળ મુખ્યત્વે ભવિષ્યની ઉચ્ચ આકાંક્ષાઓ અને સપનાઓ પૂર્ણ કરવાનાં ખર્ચને પહોંચી વાળવાનો હોય છે.

એનો અર્થ એ છે કે, બચત માટે ભંડોળની સુરક્ષા મહત્વની છે, જ્યારે રોકાણ ઉપર આકર્ષક વળતર મળવું મહત્વનું છે. બંનેમાં મૂળભૂત લક્ષ્યાંક અને લક્ષણોનો તફાવત હોવાને કારણે આપણે એ સમજવું અતિ આવશ્યક છે કે, જ્યારે અને જ્યાં બચતની જરૂર હોય ત્યારે રોકાણ તરફ આગળ ન વધવું. એજ પ્રમાણે જ્યાં અને જ્યારે રોકાણ કરવાની શરૂઆત કરવાની હોય ત્યારે મોડું ન કરવું એ પણ હિતાવહ છે.

શ્રેષ્ઠ પ્રથા એ છે કે, જ્યાં સુધી પર્યાપ્ત રોકડ ‘બચત’ હાથ પર ન હોય ત્યાં સુધી ‘રોકાણ’ ન કરવું. પરંતુ, એનો એવો અર્થ જરાય નથી કે, ભવિષ્યનાં સપનાઓ કે આકાંક્ષાઓ પુર્ણ કરવા રોકાણનો પ્રયાસને પાછળ ધકેલી દેવો. યોગ્ય આયોજન થકી બધું શક્ય બની શકે.

તો વિના વિલંબ હવે રોકાણ માટેનું યોગ્ય આયોજન કરીએ...

• સૌ પ્રથમ તો હાથ પરની રોકડરકમ અને બેન્કમાં જમા નાણાંની ગણતરી કરી લેવી, જાે આ રકમ માસિક ઘરખર્ચના ૩થી ૬ ગણા(જાે માસિક ઘરખર્ચ રૂ. ૨૦,૦૦૦ હોય તો સિલક રૂ.૬૦,૦૦૦થી રૂ.૧,૨૦,૦૦૦)થી વધુ હોય તો વધારાની રકમનું રોકાણ કરી શકાય.

• યોગ્ય સંપત્તિમાં(રોકાણનાં સાધનોમાં) રોકાણ કરવાથી લાંબાગાળે સંપત્તિ બનાવવામાં મદદ મળી શકે છે.

• વિશ્વભરમાં રોકાણ માટેનાં ઢગલો સાધનો ઉપલબ્ધ છે. પરંતુ, સામાન્ય રીતે જાેઈએ તો નફાની દ્રષ્ટિએ શેરબજાર જ શ્રેષ્ઠ વિકલ્પ જણાશે.

• શેરબજારમાં ૩-૫ વર્ષનાં સમયગાળા માટે રોકાણ કરનારને સામન્ય રીતે નકારાત્મક વળતર જાેવા મળે તેવી શક્યતા ઓછી છે.

• તેવી જ રીતે ૫-૭ વર્ષનાં સમયગાળા માટે રોકાણ કરનારને સામાન્ય રીતે સારું અને સકારાત્મક વળતર મેળવવાની શક્યતા પ્રમાણમાં વધી જાય છે. ‘રોકાણનો સમય જેટલો વધુ જાેખમ તેટલું ઓછું’ સાથે-સાથે આકર્ષક વળતર તો ખરું જ...

• જુદા જુદા કાર્યકાળમાં શેરબજારમાં રોકાણ દ્વારા ઉદ્‌ભવેલ વળતરઃ

 રોકાણ નો સમય વાર્ષિક ચક્રવૃદ્ધિ વૃદ્ધિ દર (ઝ્રછય્ઇ)

• ૫ વર્ષ ૧૨.૮ %

• ૧૦ વર્ષ ૧૨.૭ %

• ૧૫ વર્ષ ૧૧.૩ %

• ૨૦ વર્ષ ૧૫.૫ %

ઉપરોક્ત વિવરણનાં આધારે સરળ રીતે એટલું તો સમજી શકાય કે, શેરબજારમાં રોકાણો દ્વારા આકર્ષક વળતર મેળવવું હોય તો શક્ય હોય તેટલાં વધુ સમય માટે રોકાણરત રહેવું. પરંતુ, સુરક્ષિત અને વધુ સારું વળતર મેળવવા માત્ર વધુ સમય માટે રોકાણરત રહેવું પુરતું નથી. અન્ય કેટલાય પરિબળ ઉપર ધ્યાન આપવું પણ અત્યંત મહત્વનું છે. રોકાણ કરતા પહેલાં, નીચે આપેલ પરિબળો ધ્યાનમાં લેવાં જરૂરી છેઃ

• રોકાણનાં લક્ષ્યા ે– રોકાણકર્તા દ્વારા પોતાનાં લક્ષ્યો આધારિત રોકાણની નીતિ અપનાવી રોકાણની શરૂઆત જાેઈએ.

• લાક્ષણિક્તા – બજારમાં ઉપલબ્ધ વિવિધ સંપત્તિઓની પોતપોતાની લાક્ષણિકતાઓ છે, તેને સમજવી જરૂરી છે.

• સંપત્તિઓમાં વૈવિધ્યકરણ – બજારમાં ઉપલબ્ધ સંપત્તિઓમાં અઢળક વિવિધતા જાેવા મળે છે, વધુ નફો કમાવવાની લાલચમાં ફસાઈ નુકશાન વેઠવાનો વખત આવી શકે છે.

• જાેખમ સહનશીલતા – રોકાણકર્તા પોતે કેટલું જાેખમ ઉપાડી શકે છે તેનું આકલન કરવું પણ મહત્વનું છે.

• રોકાણની સમય સીમા – રોકાણકર્તા દ્વારા પોતાનાં નિર્ધારિત લક્ષ્યો આધારિત રોકાણની સમય સીમા નક્કી કરવી જાેઈએ.

• રોકાણના ત્રણ અત્યંત મહત્વનાં સ્તંભો – સલામતી, વળતર અને તરલતા છે. રોકાણના ત્રણ સ્તંભોને અનુસરવાનું ધ્યાનમાં લેવું.

• ભૂતકાળની કામગીરી અને ભાવિ સંભાવના – રોકાણકર્તાએ કદી કોઈ પણ સંપત્તિમાં ભૂતકાળની કામગીરીનાં આધારે રોકાણનો ર્નિણય ન લેવો જાેઈએ, સંપત્તિનું ભાવિ મૂલ્ય કેટલું વધુ મળવાની સંભાવના છે તેનું આકલન કર્યા બાદ જ જે-તે સંપત્તિમાં રોકાણ કરવું હિતાવહ છે.

• સંપત્તિ ફાળવણી – ઉપરોક્ત તમામ પરિબળો ધ્યાનમાં લીધા બાદ પણ રોકાણ કરતાં સમયે તમામ રોકાણની રકમ એક-બે સંપત્તિમાં જ ન રોકી, બજારમાં ઉપલબ્ધ વિવિધ સંપત્તિઓમાં પોતાની થોડી-થોડી મુડી રોકવાની નીતિ અપનાવવી લાભકારી બની શકે.

• રોકાણોની સમીક્ષા – રોકાણ સુરક્ષિત રહે તથા ઉત્કૃષ્ઠ વળતર મળી રહ્યું છે કે તેમાં કોઈ બદલાવની જરૂર જણાય છે? રોકાણકર્તા દ્વારા તેની સમયે-સમયે સમિક્ષા કરતાં રહેવું હિતકારી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution