શું તમે નિયમીત રીતે હનુમાન ચાલીસાનાં પાઠ કરો છે? તમને આવું લાગી રહ્યું છે કે હનુમાન ચાલીસાનાં પાઠનું તમને મળવું જોઇએ તેવું ફળ નથી મળી રહ્યું ? શું કોઇ ખામી કે ચૂક રહી જાય છે પાઠ કરવામાં ? હનુમાનજીને કળયુગનાં જાગતા દેવ માનવામાં આવે છે.ચિરંજીવ હનુમાન યુગયુગાંતરથી આ તપોભૂમીમાં વિચરે છે. જયારે કોઇ પાઠ કરવામા આવે અને તેનું અપેક્ષા મુજબનું ફળ પ્રાપ્ત ન થાય ત્યારે આપણા મનમાં આવ પ્રશ્નો ઉદ્દભવે તે સ્વાભાવિક છે. અને ઘણા અંશે આવા સવાલો સાચા પણ હોય છે. ત્યારે હનુમાન ચાલીસાનાં પાઠ સાથે પણ આવી એક તર્કબધ્ધ માન્યતા જોડાયેલી છે.
શિવનાં12માં રુદ્ર સ્વરુપ મહાબલિ હનુમાનજી નાનપણમાં ખુબ મસ્તીખોર અને નટખટ હતા. “શંકર સ્વયમ્ કેશરી નંદન” શિવાંસ હનુમાનજી જન્મની સાથે જ અપાર અને અગાથ શક્તિનાં માલીક પણ હતા. પોતાની આપાર શક્તિઓ બાલ હનુમાન બાલ સહજતાને કારણે ઉત્પાત મચાવવામાં ઉપયોગ કરતા. ક્યારે તેજનાં ભંડાર ભગવાન સૂર્યને ગળી જતા તો ક્યારેક તપોભૂમીમાં સમાધીને પ્રાપ્ત રુષી-મૂનીઓને પરેશાન કરી તપભંગ કરાવતા. એક દિવસ હનુમાનજી ભૂલથી રૂષી દૂર્વાસાની ઝપટે ચડી ગયા. મહાન તપસ્વી રૂષી દૂર્વાસા પોતાનાં તપની જેમ પોતાનાં ક્રોધ માટે પણ આટલા જ જાણીતા છે. અને આ જ કારણ બાલ હનુમાનને શ્રાપ આપી દીધો. શ્રાપ પણ કેવો કે બળક તું જે શક્તિનાં કારણે ઉત્પાત મચેવે છે તે શક્તિ જ ભૂલી જાય. “રામકાજ લગી તવ આવતાર”. હવે રામકાજ જ્યારે સ્વયંમ શિવએ અવતરણ કર્યું હોય અને અનેક અશુરો જ્યારે મોક્ષની રાહમાં હોય ત્યારે આ શ્રાપથી તો સમગ્ર મામલો જ ઉલટો પડી ગયો. દેવગણ, ત્રીદેવ સહિતનાં દરેક મુજાણા અને રુષી દૂર્વાસાને હનુમાન અવતરણનું મહાત્યમ્ જાણ કરવામા આવ્યું.
માતા અંજની દ્રારા રૂષી દૂર્વાસાને આજીજી કરવામા આવી, પરંતુ દૂર્વાસાનો શ્રાપ વિફળ જાય તે તો અસંભવ. માતા અંજનીની વિનંતીને કારણે દૂર્વાસાએ શ્રાપને વિફળ કરવાનો રસ્તો બતાવ્યો અને કહ્યું કે જ્યારે જ્યારે કોઇ હનુમાનને તેની શક્તિ યાદ અપાવશે ત્યારે ત્યારે તેને તેની અપાર શક્તિ યાદ આવી જશે અને તે તેનો ઉપયોગ કરી શકશે. રામભક્ત હનુમાનને સમયાંતરે જ્યારે મા સીતાની શોધમાં લંકા કોણ જાય તે પ્રશ્ન ઉદ્દભવતા બ્રહ્માપુત્ર ચિંરજીવી જાંબુવંતજીએ તેમની શક્તિ યાદ આપાવી હતી.
આમ મહાવિર હનુમાનજી પોતાનું રામકાજ પૂર્ણ થતા, રામભક્તિમાં લીન થઇ ગયા. રામભક્તિમાં લીન ચિરંજીવ હનુમાનજીને પોતાની શક્તિ યાદ અપાવવી ખુબ જરૂરી છે. આમ કરવાથી હનુમાનજીનાં પાઠનું ફળ પૂર્ણ અને તતકાલ મળે છે. બાકી કરેલી ભક્તિ વિફળ જતી નથી તે પણ એટલી જ હકીકત છે.
Loading ...