કોરોના ક્યાંથી આવ્યો તે જાણવું ખૂબ જરૂરી, વુહાન જઈને તપાસ કરાશેઃ WHO
01, ડિસેમ્બર 2020

દિલ્હી-

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસનું કહેવું છે કે કોરોના વાયરસ ક્યાંથી આવ્યો તે જાણવું જરુરી છે. આ અંગે ડબલ્યુએચઓનું વલણ બિલકુલ સ્પષ્ટ છે. આમ કરવાથી ભવિષ્યમાં થનારી બિમારીને રોકવામાં મદદ મળી શકે છે. બીજી તરફ સારા સમાચાર એ છે કે અમેરિકન કંપની મોર્ડના પોતાની કોરોનાની રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માટે અમેરિકન અને યૂરોપિયન રેગ્યુલેટર્સને એપ્લાય કર્યું છે. રસીના લાસ્ટ સ્ટેજ ટ્રાયલ બાદ કંપનીએ દાવો કર્યો છે કે આ કોરોનાથી લડવામાં ૯૪ ટકા કારગત છે.

ટેડ્રોસે કહ્યું કે અમે આનો સોર્સ જાણવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. આ માટે ચીનના વુહાનથી સ્ટડી શરુ કરવામાં આવશે. જાણીશું કે શું થયું હતુ આ ઉપરાંત જાેઈશું કે કેવી રીતે નિષ્કર્ષ પર પહોંચી શકાય છે. બીજા કયા રસ્તા છે. કોરોનાથી હાલમાં સૌથી વધારે મોત યુરોપમાં થઈ રહ્યા છે.દર રોજ 3-4 લોકો સંક્રમણથી દમ તોડી રહ્યા છે. અહીં ઈટલી, પોલેન્ડ , રુસ, યુકે ફ્રાન્સ સહિત 10 દેશો એવા છે જ્યાં દર રોજ 100થી 700 લોકોના જીવ જઈ રહ્યા છે. યુરોપમાં 48 દેશોમાં અત્યાર સુધીમાં સંક્રમણથી 3.86 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. દર રોજ થનારી મોતમાં બીજી નંબર પર નોર્થ અમેરિકા અને ત્રીજા નંબપ પર એશિયા છે. નોર્થ અમેરિકમાં રોજ 1500થી 2 હજાર દર્દીઓના મોત થઈ રહ્યા છે. જ્યારે એશિયામાં દર રોજ 1400થી 1800 લોકોના જીવ જઈ રહ્યા છે.

અમેરિકન નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીજના ડાયરેક્ટર ડો. એન્થની ફોર્સીએ એક પછી એક સતત બીજી લહેર આવવાની ચેતવણી આપી છે. એનબીસીના એક કાર્યક્રમમાં ફોર્સીએ તમામને કોરોનાની ગાઈડલાઈન અને નિયમોનું પાલન કરવા આગ્રહ કર્યો છે. અમેરિકામાં અત્યારે સોથી વધારે ૫૦ લાખ એક્ટિવ કેસ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution