જામનગર-

શહેરના ચાંદીબજાર વિસ્તારમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. મોબાઇલ એપ્લીકેશનમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઈડ કરી હતી. ભનુ બાબુ દાવડા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તે IPL માં રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપીટલ વચ્ચેની ક્રિકેટ મેચમાં રનફેરનો જૂગાર રમાડતો હતો. પોલીસે રૂપિયા 5000 ની રોકડ રકમ અને રૂપિયા 5000ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂપિયા 10000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ પૂછપરછ હાથ ધરતા ભનુ સેતાવડમાં રહેતા હાર્દિક સોની ઉર્ફે ટકાબાપુ પાસે કપાત કરાવતો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.