કોંગ્રેસથી કંટાળેલા જયરાજસિંહનું અંતે રાજીનામું  કેસરીયાની શક્યતા
18, ફેબ્રુઆરી 2022

ગાંધીનગર, ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષ સાથેનો છેડો ફાડ્યો છે. આગામી ટૂંક સમયમાં તેઓ કોંગ્રેસની વિચારસરણી છોડીને ભાજપની ભગવી વિચારધારા સાથે જાેડાય તેવી સંભાવનાઓ વધી ગઈ છે. કોંગ્રેસના નેતાએ ભાવુક થઈને કહ્યું હતું કે, મે કારકિર્દી જાેખમમાં મૂકી કામ કર્યુ છે, કોંગ્રેસમાં કોઈ જ સિસ્ટમ નથી. જયરાજસિંહ પરમાર કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ગમે ત્યારે ભાજપમાં જાેડાઈ શકે છે તેવા સંજાેગોમાં જયરાજસિંહ પરમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કોંગ્રેસનું ટેગ હટાવી દીધું છે. કોંગ્રેસના હોદ્દાઓ દૂર કર્યા છે. આ સાથે જ તેમણે કાર્યકરોને જાેગ એક પત્ર પણ લખ્યો છે. કાર્યકરો જાેગ ૪ પાનાનો પત્ર લખ્યો છે. જેમાં પોતાને થયેલા અન્યાયનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ પોતાને ટિકિટ ન મળ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પક્ષની આંતરિક ખટરાગથી કંટાળીને કોંગ્રેસને આખરે અલવિદા કરી દીધુ છે. ટૂંક સમયમાં તેઓ સત્તાવાર જાહેરાત કરશે અને ભાજપની ભગવી વિચારધારા સાથે જાેડાશે. જયરાજસિંહને ભાજપમા જાેડવા પાછળ ભાજપનુ જ્ઞાતિગત રાજકારણ છે. જયરાજસિંહ ભાજપમાં જાય તો સતલાસણા તાલુકા પંચાયતમાં ભાજપને ફાયદો મળી શકે છે. કોંગ્રેસે ગત વિધાનસભામાં ખેરાલુ બેઠક પર જયરાજસિંહને ટિકિટ આપી ન હતી. આ બાબતને આગળ ધરીને જયરાજસિંહ પરમારે કોંગ્રેસ પક્ષને છોડ્યો છે. આ સાથે પરમારે તેમના કાર્યકરોને જાેગ પત્ર પણ લખ્યો છે. આ ચાર પાનાના પત્રમાં કોંગ્રેસમાં થયેલા અન્યાયની વ્યથા ઠાલવી છે. આ પત્રમાં ખેરાલુ વિધાનસભાની બેઠક પર ટીકીટ ન મળવાનો ઉલ્લેખ કર્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution