મુંબઇ

'સત્યમેવ જયતે 2'માં જ્હોનનો ટ્રિપલ રોલ હોવાની ચર્ચા હતી પણ હકીકત અલગ છે. સેટ પર હાજર સૂત્રોએ જણાવ્યું કે ફિલ્મમાં જ્હોન અબ્રાહમનો ડબલ રોલ છે. એક રોલમાં તે સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે દેખાશે અને બીજા રોલમાં તે દુશમનોને ઠાર કરતો દેખાશે. આ રીતે જ્હોન સત્યાગ્રહ અને હિંસા બંને મારફતે ભ્રષ્ટાચાર કરનારાને પાઠ ભણાવશે. મેકર્સે એક્ટિવિસ્ટ જ્હોનને અલગ રૂપમાં દેખાડ્યો છે અને એક્શન અવતારમાં પણ અલગ અવતાર રાખ્યો છે.

સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે એક્શનને પ્રામાણિક બતાવવા માટે જ્હોને લિન ફિઝિક રાખ્યું છે. તેના માટે તેણે 10થી 12 કિલો વજન ઘટાડ્યું. હવા-હવાઈ એક્શન પણ ઘણા છે. પહેલા ભાગમાં જ્હોને ટ્રકનું ટાયર ફાડ્યું હતું. અહીંયા તે ટ્રક અને ટ્રેકટર સાથે એક્શન કરતા જોવા મળશે. 50 ગુંડા સાથે તે લડતો દેખાશે. 

ક્લાઈમેક્સના એક્શનની લેન્થ વધારી દેવાઈ છે. તેનું શૂટિંગ છેલ્લા ઘણા દિવસથી મુંબઈમાં ચાલી રહ્યું છે, 21 જાન્યુઆરીએ પૂરું થશે. લખનઉ શેડ્યુઅલમાં પણ ઘણા એક્શન સિક્વન્સ શૂટ થયા છે. ખાસ કરીને મલિહાબાદના ખેતરમાં એક્શન શૂટ થયા છે. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે શૂટિંગ જોવા આવેલા લોકો જ્હોનને લિન ફિઝિકમાં જોઈને ઘણા ખુશ હતા. એટલે સ્વાભાવિક છે કે થિયેટરમાં લોકોને જ્હોનનો નવો અવતાર ઘણો આકર્ષિત લાગશે. 

ડાયલોગ્સે બાકીની કસર પૂરી કરી 

ફિલ્મમાં બચી ગયેલી કસર ડિરેક્ટર મિલાપ ઝવેરીએ જ્હોનને આપેલા ડાયલોગ્સે પૂરી કરી. જ્હોનના મોટાભાગના ડાયલોગ્સ રાયમિંગ છે. DOP ટીમના એક મેમ્બરે જણાવ્યું કે, 'એક સીન છે, જ્યાં નમાઝી સ્ત્રીને તેમનું પેંશન લેવાનું છે. તેના હાથમાં કુરાન છે, પણ વિભાગના કર્મચારી પેંશન દેવાની ના પાડે છે અને તેને જાટકી લે છે. ત્યારે બેકગ્રાઉન્ડમાં ત્રિરંગો દેખાય છે અને જ્હોનની એન્ટ્રી થાય છે. તે ભ્રષ્ટ કર્મચારીઓને પાઠ ભણાવે છે. ત્યાં સુધી નમાઝી સ્ત્રી પોતાની નમાઝ પણ પૂરી કરી લે છે. આવા જ એક્શન સીન્સથી સજ્જ 'સત્યમેવ જયતે 2' આ વર્ષે ઈદ પર રિલીઝ થઇ શકે છે.