વડોદરા, તા. ૧૭

વડોદરા વકીલ મંડળ અને શહેર પોલીસ તંત્ર વચ્ચે લાંબા સમયથી વિવિધ મુદ્દાઓ પર વિવાદો સર્જાતા રહે છે જેનું આજે વધુ એક વાર જેપી રોડ પોલીસ મથકમાં પુનરાવર્તન થયું હતું. જાેકે આ વખતે જેપી રોડ પોલીસ મથકમાં વકીલોની તરફેણમાં દોડી ગયેલા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અને વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલે માધ્યમો સમક્ષ જેપી રોડ પોલીસ મથકના પીઆઈ પોલીસ પ્રત્યે ઓરમાયુ વર્તન રાખે છે તેમ કહી પીઆઈ જયારે પોલીસ સ્ટેશનથી કોર્ટમાં આવશે ત્યારે તેમની સાથે પણ આ જ રીતે વર્તન કરી મારતા મારતા ઉપરથી નીચે લાવીશું તેવી ધમકી આપતા વકીલ મંડળના પ્રમુખની આ ધમકી આપતા ચકચાર મચી હતી.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અને વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલે જણાવ્યું હતું કે વડોદરા વકીલ મંડળના એક સભ્યને ત્રણેક દિવસ અગાઉ જેપી રોડ પોલીસ મથકની હદમાં અકસ્માત થયો હતો જેના કારણે તે કારમાં બેઠેલા લોકો તેમજ ભેગા થયેલા ટોળા પૈકીના કેટલા અસામાજિક તત્વોએ વકીલ પર હુમલો કરી તેમની સાથે હાથાપાઈ કરીને માર માર્યો હતો. આ સમગ્ર મામલો જેપી રોડ પોલીસ મથકમાં પહોંચ્યો હતો જયાંથી પોલીસ અકસ્માતવાળા સ્થળે જતા ત્યાં હાજર અસામાજિક તત્વોએ પોલીસને પણ અપશબ્દો કહ્યા હતા. ત્યારબાદ વકીલ આ બનાવની ફરિયાદ નોંધાવવા માટે જેપી રોડ પોલીસ મથકમાં ગયા હતા, પરંતુ વકીલની ફરિયાદ લેવાના બદલે પોલીસે આરોપીઓને છાવરી વકીલોની કોઈ હેસિયત જ ના હોય તેમ ધક્કા ખવડાવ્યા હતા.

આ અંગેની વકીલે રજુઆત કરતા આજે અમે જેપી રોડ પોલીસ મથકે રજુઆત કરવા માટે આવ્યા હતા પરંતું પીઆઈએ અમને સાંભળવાના બદલે અમે જાણે આરોપી હોય તેમ તેમના માણસને અમારુ રેકોર્ડિંગ કરવા માટે કહ્યું હતું. મે એમને હું નલિન પટેલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અને વડોદરા વકીલ મંડળના પ્રમુખ હોવાની ઓળખ આપી હતી છતાં તેમણે વીડીઓ રેકોર્ડિંગ ચાલુ રાખતા મે પણ અમારા વકીલ મિત્રોને કહ્યું કે તમે વીડીઓ રેકોર્ડિંગ ચાલુ કરો. વા જણાવ્યું હતું. રેકોર્ડિંગમાં મારી પાસે એવો પુરાવો આવ્યો છે કે આ પીઆઈ મનસ્વી વર્તન માટે પંકાયેલા છે અને એ મને એવું પૂછે છે કે તમારે ફરિયાદ આપવી છે ? તમારે ફરિયાદ બદલવી છે ? તમે આમ કરો છો, તેમ કરો છો..

તમે તમારા ધર્મના કુરાન પર હાથ મુકીને ફરિયાદ આપો..એમનો કહેવાનો અર્થ એવો હતો કે અમારે ફરિયાદ આપવી હોય તો ધર્મના સોગંધ પર આપવી પડશે. ઠીક છે કોર્ટમાં તો ધર્મના સોગંધ લેવડાવવામાં આવે છે, પરંતું હવે લાગે છે કે આ પીઆઈ એવું માને છે કે પોતે પોલીસ અધિકારી નથી પરંતું પોતે જજ થઈને બેઠા છે અને ધર્મના સોગંધ પર ફરિયાદ લે છે. આ ગંભીર બાબત છે, કોઈ સંજાેગોમાં ચલાવી ના લેવાય. આજે મે ખુલ્લી આપી છે ૫૦૦ વકીલોને પોલીસ સ્ટેશનમાં બોલાવો છે, કાલે તમારે પોલીસ સ્ટેશનથી જયારે કોર્ટમાં આવવાનું થશે ત્યારે અમે પણ તમારી આજ હાલત કરીશું અને મારતા મારતા નીચે ઉતારીશું ત્યારે તમે એમ ના કહેતા કે કયા વકીલે કઈ ટપલી મારી છે? આ નલિન પટેલ નથી બોલતા પરંતુ તમામ વકીલોનો આક્રોશ બોલે છે. અમને બે કલાક થયા અને પીઆઈએ તેમના કોન્સ્ટેબલને કહી દીધું કે ફરિયાદ લઈ લો છતાં કોન્સ્ટેબલ સ્કુટરની કીક મારીને જતા રહે છે એટલે પોલીસો વકીલો સાથે જે ઓરમાયું વર્તન કરે છે તેનો પુરેપુરો સો ટકા બદલો લેવામાં આવશે જાે પોલીસનું વર્તન નહી બદલાય તો.. ’

વડોદરા વકીલ મંડળે જેપી રોડ પોલીસ મથકની બહાર જ પીઆઈને મારતા મારતા કોર્ટમાંથી નીચે લાવવાની વાત કરી છે જેના પગલે આગામી દિવસોમાં આ મુદ્દે વકીલો અને પોલીસ તંત્ર વચ્ચે ફરી ઘર્ષણ સર્જાશે તેમ મનાય છે. આ ઘટનાના સમાચારની શહેર પોલીસ કમિ.ડો.શમશેર સિંઘ તેમજ જાેઈન્ટ પોલીસ કમિ. મનોજ નિનામા અને ડી- ડિવિઝનના એસીપી એ વી રાજગોરને પણ જાણ કરાઈ છે પરંતું તેઓની કોઈ પ્રતિક્રિયા જાણી શકાઈ નહોંતી.