જૂનાગઢ: દેવ ઉઠી અગિયારસના દિવસે ભવનાથમાં પરિક્રમા રૂટ જોવા મળ્યો સૂમસામ
25, નવેમ્બર 2020

જૂનાગઢ-

25 નવેમ્બરના રોજ દેવ ઉઠી અગિયારસ છે. આ દિવસે શહેરના ભવનાથમાં લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા હોય છે, ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણને કારણે લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે. જેને લઇને ભવનાથ યાત્રિકો વિના સુમસામ જોવા મળી રહ્યું છે. દિવાળી પર્વના 11 દિવસ બાદ કારતક સુદ 11ના દિવસે દેવ ઉઠી અગિયારસ ઉજવવામાં આવે છે, ત્યારે શહારના ગરવા ગિરનાર પર અનાદી કાળથી લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે અનાદી કાળથી આયોજિત થતી આવતી લીલી પરિક્રમા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને કારણે ભવનાથ તળેટીના માર્ગો અને ખાસ કરીને પરિક્રમા રૂટ પરિક્રમાર્થીઓ વિના સુમસામ જોવા મળી રહ્યા છે. આ માર્ગ પર દર વર્ષે આજના દિવસે માનવ મહેરામણ ઉમટતો હોય છે.' આ વર્ષે કોરોના મહામારીને લઈ સરકાર અને સાધુ-સંતો દ્વારા પરિક્રમાર્થીઓને વિનંતી કરવામાં આવી હતી. સરકારના લીલી પરિક્રમા રદ કરવાના નિર્ણયને પરિક્રમાર્થીઓએ અક્ષરસહ નિભાવી સહકાર આપ્યો છે. જો કે, હાલ આ પરિક્રમાના રુટ પર શહેર પોલીસ અને વન વિભાગનાં કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તા. 25 નવેમ્બરના રોજ દેવ ઉઠી અગિયારસ છે. આ દિવસે જૂનાગઢના ભવનાથમાં લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા હોય છે, ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણને કારણે લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે. જેને લઇને ભવનાથ યાત્રિકો વિના સુમસામ જોવા મળી રહ્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution