31 ડિસેમ્બર પહેલા જ રાજકોટ પોલીસે ૩ કરોડનો દારૂ ઝડપીને બુલડોઝર ફેરવ્યું
30, ડિસેમ્બર 2020

રાજકોટ-

રાજ્યભરમાં દારૂબંધીનો કાયદો લાગુ કરવામાં આવેલો છે તેમ છતાં 31મી ડિસેમ્બરની ઉજવણી વખતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા પાયા પર યુવાનો ભાન ભૂલી અને દારૂના નશામાં ચકચૂર ન થાય તે માટે પોલીસે ખાસ એક્શન પ્લાન ઘડી કાઢયો હતો.તેમજ આ એક્શન પ્લાન મુજબ દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે 31મીની ઉજવણી અડા માત્ર ચોવીસ કલાક બાકી છે ત્યારે રાજકોટ પોલીસે પ્રાપ્ત બાતમીના આધારે સોખડા ગામ પાસે ત્રણ કરોડનો દારૂ ઝડપી પાડયો છે. રાજકોટ પોલીસે છેલ્લા 6 મહિનામાં ઝડપી પાડેલ વિદેશી દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે. જેની કિંમત અંદાજીત રૂ 3 કરોડથી વધુની છે. તમામ કોર્ટ કાર્યવાહી બાદ આ વિદેશી દારૂનો નાશ કરવાની આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વર્ષ પૂરું થતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution