27, એપ્રીલ 2021
નવી દિલ્હી
પ્રખ્યાત રૈપર કાન્યે વેસ્ટના કાળા બૂટ 1.8 મિલિયન ડોલર એટલે કે 13 કરોડ 41 લાખ રૂપિયામાં વેચાયા છે. કોઈપણ સ્નીકર બૂટ ની વેચાણ કિંમત માટેનો આ એક નવો રેકોર્ડ છે. કાન્યેએ ગ્રેમી એવોર્ડ્સમાં આ જૂતા પહેર્યા હતા.
પ્રખ્યાત રૈપર કાન્યે વેસ્ટ તેના છૂટાછેડાને કારણે હંમેશા ચર્ચામાં રહ્યો છે. પરંતુ હવે તેના સ્નીકર શૂઝને કારણે તે હેડલાઇન બન્યો છે. કાન્યે વેસ્ટનો જૂતા 1.8 મિલિયન ડોલરથી વધુ એટલે કે 13 કરોડ 41 લાખ રૂપિયામાં વેચાયા છે. કોઈપણ સ્નીકર જૂતાની વેચાણ કિંમત માટેનો આ એક નવો રેકોર્ડ છે. અહેવાલો અનુસાર, કાન્યેએ ગ્રેમી એવોર્ડ્સમાં આ નાઇકી એર યીઝી 1s જૂતા પહેર્યા હતા.

પાછલા રેકોર્ડ ભાવ કરતાં ત્રણ ગણો
આ પહેલા, ઓગસ્ટ 2020 માં યોજાયેલી હરાજીમાં, નાઇક એર જોર્ડન 1s પગરખાંએ સૌથી વધુ ખર્ચાળ વેચાણનો રેકોર્ડ બનાવ્યો હતો. જૂતાની હરાજી $ 6.15 લાખમાં થઈ હતી. પરંતુ કાન્યેના જૂતાની કિંમત લગભગ ત્રણ ગણા રૂપિયામાં હરાજી કરવામાં આવી છે, જે એક નવો વિશ્વ રેકોર્ડ છે.
કાન્યેએ 2008ના ગ્રેમી એવોર્ડ્સમાં આ જૂતા પહેર્યા હતા
‘સોથેબી’ના કહેવા પ્રમાણે, ‘આ સ્નીકર વેચાણના મામલે સૌથી વધુ જાહેરમાં નોંધાયેલ કિંમત પ્રાપ્ત કરી છે. કાન્યે 2008 ના ગ્રેમી એવોર્ડ્સ દરમિયાન આ બ્લેક હાઈ-ટોપ નાઇક એર યીઝી 1s પહેર્યા હતા. ત્યારબાદ તેણે ‘હે મામા’ અને ‘સ્ટ્રોન્ગર’ ગીતો પર પર્ફોમન્સ આપ્યું હતું.
નાઇક અને કાન્યે વચ્ચે આ સોદો કરવામાં આવ્યો હતો
તમને જણાવી દઈએ કે આ સ્નીકર શૂઝ નાઇક અને કાન્યે વેસ્ટ વચ્ચેના સહયોગનો એક ભાગ હતો. તે એક પ્રોટોટાઇપ હતો, જેનું મોડેલ એપ્રિલ 2009 સુધી બજારમાં વેચવા માટે મૂકવામાં આવ્યું ન હતું. કાન્યેના આ જૂતાને હરાજીમાં RARES દ્વારા ખરીદવામાં આવ્યા હતા. કે જે સ્નીકરનું એક રોકાણ બજાર છે, જે લોકોને દુર્લભ એથલેટિક જૂતા ખરીદવાની મંજૂરી આપે છે.
કોણે ખરીદ્યા કાન્યેના આ જૂતા
આ પગરખાં કોઈપણ વ્યક્તિ RARES થકી ખરીદી શકે છે. પરંતુ આ માટે, તે વ્યક્તિએ કંપનીના શેર ખરીદવા પડે છે અને, કંપનીમાં રોકાણકાર બનવું પડે છે.
અમેરિકન ભૂતપૂર્વ ફુટબોલર ગેરોમ સૈપએ માર્ચ મહિનામાં RARES દ્વારા સ્નીકર કલેક્ટર રાયન ચાંગ પાસેથી ખાનગી વેચાણ દ્વારા આ નાઇક એર યીઝી 1 સે પગરખાં ખરીદ્યા હતા.