સુરત-

પોલીસ સલામતી માટે હોય છે, લોકોને હેરાન કરવા માટે નહિ. પરંતુ લોકોના રક્ષક ક્્યારેક ભક્ષક પણ બની જતા હોય છે. પોલીસ દબંગાઈ કરતી હોય તેવા અનેક કિસ્સાઓ, વીડિયો સામે આવ્યા છે. પરંતુ સુરત પોલીસનો જે વીડિયો સામે આવ્યો છે, તે બતાવે છે કે, પોલીસ લોકોને પોતાના ખૌફમાં જીવવા મજબૂર કરી રહી છે. સુરતની ડીંડોલી પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવકને જાહેરમાં માર મારવામાં આવ્યો છે.

ડીંડોલી પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં કેવા કારસ્તાન કરે છે તેવો આ બોલતો પુરાવો છે. ડીંડોલી પોલીસે એક યુવકને જાહેરમાં ઢોર માર માર્યો છે. પોલીસ કર્મચારીઓએ યુવકને રસ્તા પર સૂવડાવીને માર માર્યો હતો. ત્રણ પોલીસવાળા યુવક પર તૂટી પડ્યા હતા, અને તેને લાત મારી રહ્યા હતા.

બાદમાં તેને વાનમા બેસાડાયો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ રાહદારી યુવક પોલીસના સવાલોના જવાબ આપતો ન હોવાથી તેને માર મરાયો હતો. જ્યાં આ ઘટના બની હતી, ત્યાં નજીક રહેતા કોઈએ આ વીડિયો ઉતાર્યો હોય તેવું દેખાય છે. જાેકે, સમગ્ર સુરત શહેરમા શહેરમાં ડીંડોલી વિસ્તારમાં પોલીસની દબંગાઈનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક તરફ જ્યાં લોકો સુરત પોલીસના વખાણ કરતા થાકતા ન હતા, ત્યાં લોકો હવે થૂંથૂં કરી રહ્યાં છે.