વડોદરા-

વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં તૌક્તે વાવોઝોડાએ હાહાકાર મચાવી દીધો હતો. વાવાઝોડાના ઝંઝાવાતને કારણે હજારો વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ખેડૂતો દ્વારા વર્ષોની જતનથી ઉગાળવામાં આવેલ આંબા સહિતના વૃક્ષો ધરાશાઈ થઈ ગયા છે અને મોટી સંખ્યામાં રાજયમાં વૃક્ષો પડવાથી પર્યાવરણને પણ નુકશાન પહોંચ્યું હતું. પરંતુ વૃક્ષો પડવાથી તેના લાકડાને લઈને કૌભાંડ સામે આવ્યું છે. વડોદરામાં કોન્ટ્રાક્ટરે સ્મશાન માટેના લાકડાં બારોબાર શો મિલમાં જમા કરાવ્યા છે. રચના બિલ્ડિંગ નામના કોન્ટ્રાકટરનું કારસ્તાન બહાર આવ્યું છે. આ બાબતને લઈને વડોદરા પાલિકાએ કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી દીધી છે.

તેની સાથે તમારી સામે ફોજદારી કાર્યવાહી કેમ નહિ કરવી તેવી નોટિસ ફટકારી છે. કોરોનામાં સ્મશાનમાં ઉપયોગમાં લેવાય તે માટે ઝાડના લાકડા કોન્ટ્રાક્ટરે બારોબાર ખાનગી શો મિલમાં જમાં કરાવ્યા છે. અગાઉ પતરાકાંડમાં પણ કોન્ટ્રાકટર વિવાદમાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ હાહાકાર સર્જયો હતો. દીવના દરિયાકાંઠે તૌકતે વાવાઝોડું ત્રાટકયુ હતું. આ પોરબંદર અને ભાવનગરમાં મહુવામાંથી પસાર થયું હતું. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અરવલ્લી સહીતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.