24, જુલાઈ 2020
અમદાવાદ-
ગુજરાતની વિજય રૂપાણી સરકારે રાજ્યના ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને ડીજીપી ગ્રેડમાં પ્રમોશન આપ્યું છે. રૂપાણી સરકારે ગુજરાત કેડરની ૧૯૮૬ બેચના વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ કેશવ કુમાર, ડાૅ વિનોદ કુમાર મલ અને સંજય શ્રીવાસ્તવ ને ડીજીપી ગ્રેડનું પ્રમોશન આપ્યું છે. આ ત્રણે ૧૯૮૬ બેચના આઈપીએસ અધિકારી ગુજરાત રાજ્યના પોલીસ વડા બનવાની રેસમાં છે.
રાજ્ય સરકાર દ્વારા ડીજીપીની પસંદગી માટે ૧૩ નામોની યાદી કેન્દ્રને મોકલવામાં આવી છે અને કેન્દ્ર માંથી લીલી ઝંડી મળ્યા બાદ નામ જાહેર કરવામાં આવશે. આ યાદીમાં આ ત્રણેય અધિકારીનાં નામ હોવાનું પણ કહેવાય છે. આ ત્રણ અધિકારી પૈકી કેશવ કુમાર હાલ એસીબીના સ્પેશિયલ ડાયરેક્ટર છે જ્યારે ડાૅ વિનોદ કુમાર મલ પોલીસ રિફોર્મના એડીજીપી છે. સંજય શ્રીવાસ્તવ સીઆઈડી ક્રાઈમના એડીજીપી તરીકે ફરજ બજાવતા હતા.