"યોગાસનને ખેલો ઈન્ડિયા યુવા ખેલ 2021માં સમાવેશ"

નવી દિલ્હી

રમત ગમત પ્રધાન કિરણ રિજિજુએ લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે દેશમાં યોગના વિકાસ માટે સરકારે રાષ્ટ્રીય યોગાસન સ્પોર્ટસ ફેડરેશન (એનવાયએસએફ) ને પણ માન્યતા આપી છે. તેમણે કહ્યું યોગાસન ખેલને પુરુષો અને સ્ત્રી બંને વિભાગમાં ખેલ ઈન્ડિયા યુવા ખેલ ૨૦૨૧ માં સમાવવામાં આવ્યો છે. કિરણ રિજિજુએ કહ્યું એનવાયએસએફ દ્વારા સરકારને માન્યતા મળ્યા બાદ તે સિનિયર, જુનિયર અને સબ-જુનિયર કેટેગરીમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ યોજવા અને આંતરરાષ્ટ્રીય રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે નાણાકીય સહાય મેળવવાનો હકદાર બન્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારે યોગને એક સ્પર્ધાત્મક રમત તરીકે માન્યતા આપી હતી. યોગ ગુરુ બાબા રામદેવની અધ્યક્ષતામાં નવેમ્બર ૨૦૧૯ માં આંતરરાષ્ટ્રીય યોગાસન સ્પોર્ટસ ફેડરેશનની રચના કરવામાં આવી હતી. એચ.આર. નાગેન્દ્રને તેનો મહાસચિવ બનાવવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution