દરેડ ગામે રંગમતી નદીમાં ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ
01, ઓક્ટોબર 2021

જામનગર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે શાહીન વાવાઝોડાની અસર થવાની છે. ત્યારે વાવાઝોડાની અસરને પગલે દ્ગડ્ઢઇહ્લ ની ટીમો તૈનાત કરી દેવાઈ છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, દિવ અને રાજકોટમાં ટીમો તૈનાત કરાઈ છે. દ્ગડ્ઢઇહ્લની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે. ત્યારે જામનગરમાં ભારે વરસાદ વચ્ચે ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યાં છે. દરેડ ગામે રંગમતી નદીમાં ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. રંગમતી ડેમના ૩ દરવાજા ખોલવામાં આવતા રંગમતી નદીમાં પાણીના ધસમસતા પ્રવાહ આગળ વધી રહ્યા છે. જેથી રંગમતી ડેમ નીચેના વિસ્તારોને એલર્ટ કરાયા છે. જાેકે, અનેક વિસ્તારો ડૂબાણમાં જતા લોકો પર સંકટ આવી ચઢ્યુ છે.બીજી તરફ, જામનગરમાં વરસાદી વીજળી પડવાનો નજારો ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં કેદ થયો છે. જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં વીજળી પડવાની ઘટના બની હતી. બેડ ટોલનાકાના ઝ્રઝ્ર્‌ફ માં અદભૂત નજારો કેદ થયો છે. જામનગર નજીક વીજળી પડવાની ગઈકાલ બપોરની ઘટના બની હતી.

મધરાત્રે સાડા ત્રણ કલાકની જહેમત બાદ વડોદરા ટીમે બન્નેને બચાવ્યા

અમરેલી, ગુલાબ વાવાઝોડાની અસરને પગલે રાજ્યના અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. સંકટની સંભાવનાને અનુલક્ષીને વડોદરા દ્ગડ્ઢઇહ્લની એક ટીમ અમરેલી જિલ્લામાં તૈનાત રાખવામાં આવી છે. આ ટીમની સમયસરની મદદથી બુધવારે મધરાત્રે કારી નદીમાં ઉમટેલા ઘોડાપૂરમાંથી બે યુવાનોને ઉગારી લેવામાં આવ્યા હતા.દ્ગડ્ઢઇહ્લના પ્રવક્તા અનુપમના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ભોરીંગડા ગામ નજીક મધ્યપ્રદેશના બે યુવાનો કારી નદીના ઉછળતા જળમાં ફસાઇ ગયા હતા. આ ઘટનાની ખબર મળતાં દળની ટીમે મધ્યરાત્રિના પોણા એક વાગે બચાવ કામગીરી હાથ ધરી બંનેને પૂરના પાણીમાંથી ઉગારી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. બચાવ કામગીરી લગભગ સાડા ત્રણ કલાક ચાલી હતી. ૨૮ અને ૩૦ વર્ષની ઉંમરના આ યુવાનો મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની પેટલાવદ તહેસીલના એક ગામના નિવાસી હતા. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાના કારણે માછીમારોને પરત બોલાવી લેવામા આવ્યા છે. જાફરાબાદ બંદર પર પરત ફરી રહેલી શિયાળ બેટની બોટે જાફરાબાદથી ૭૦ નોટિકલ માઈલ દૂર જળસમાધિ લીધી હતી. જાે કે, બોટ પર સવાર ૮ માછીમારોને અન્ય બોટ દ્વારા બચાવી લેવાયા હતા. દરિયાકાંઠાના રાજુલા જાફરાબાદ પંથક પર ૨૪ કલાક સુધી સતત આકાશમાથી અનરાધાર પાણી વરસ્યુ હતું જેને પગલે આ બંને તાલુકામા છ ઇંચ વરસાદ ખાબકતા તમામ નદીઓ ગાંડીતુર બની હતી. રૂપેણ, રાયડી અને ધાતરવડી સહિતની નદીમા ભારે પુરથી અનેક રસ્તાઓ બંધ થયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution