જાણો,ઇમ્યુનીટી વધારવા અને હેલ્ધી રહેવા માટે દિવસમાં કેટલા  ગ્લાસ પાણી પીવું જોઈએ ?
17, જુલાઈ 2020

કોઈપણ પ્રકારના ચેપને અટકાવવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં વિટામિન C ખૂબ જ મદદગાર છે.વિટામિન સી માટે લીંબુ, નારંગી, મોસંબી, જાંબુ અને આંબળા જેવાં ફળ નિયમિતપણે લેવા. આ સિવાય, વિટામિન બી અને ઝિંકનું સેવન કોઈપણ ચેપથી બચાવી શકે છે.

સનલાઇટ વિટામિન-ડી કોરોના સામે લડવામાં ખૂબ મદદ કરે છે. કારણ કે તે ટી-સેલ બનાવવામાં સહાય કરે છે. આ ટી-સેલ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં ખૂબ મદદગાર છે. જે કોરોના વાયરસ સામે લડવામાં ફ્રન્ટલાઈન વોરિયર તરીકે કામ કરે છે. તડકો આપણા શરીર માટે અમૃત છે. તડકો લેવાને આયુર્વેદમાં અતાપ સ્નાન કહેવામાં આવ્યું છે. સામાન્ય રીતે, સવારે 7થી 10 દરમિયાન 10-15 મિનિટ સુધી સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં વિટામિન-ડી બને છે. 

નવશેકા પાણીને ઇમ્યૂનિટી વધારવાનું સારું માધ્યમ માને છે. તેમનું કહેવું છે કે, તે પાચન અને મેટાબોલિઝમને બરાબર રાખે છે. આ સિવાય તે ફેફસાં અને ગળાને સ્વસ્થ રાખે છે. જ્યારે તમે તરસ્યા હોવ ત્યારે થોડું પાણી લેવાનો પ્રયત્ન કરો. ફ્રીઝનું ઠંડું પાણી પીવાનું ટાળો.સીકે બિરલા હોસ્પિટલ, નવી દિલ્હીના ઇન્ટરનલ મેડિસિન ડિપાર્ટમેન્ટના કન્સલ્ટન્ટ ડો. તુષાર તાયલના જણાવ્યા અનુસાર, ડિહાઇડ્રેશન એટલે પાણીની તંગી. પાણી ત્રણ રીતે શરીરમાંથી ઓછું થાય છે.પરસેવાથી,કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દ્વારા,તમારા શ્વાસથી. તેનાથી ચક્કર અને નબળાઇ આવે છે. આ સ્થિતિ નિયમિત રહે તો મૃત્યુ થવાનું જોખમ પણ છે. ઉનાળામાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિથી પરસેવો થાય અને આપણે ડિહાઇડ્રેશન અનુભવીએ છીએ. તમે કેટલાક પગલાંને અનુસરીને પોતાને હાઇડ્રેટેડ રાખી શકો છો. 

તમે ઘરે હો તો પણ દિવસમાં અડધું લિટર પાણી શ્વાસ દ્વારા અને અડધું લિટર પાણી પરસેવા દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. જ્યારે પણ તમને તરસ લાગે તેનો અર્થ એ છે કે તમે પહેલેથી જ 2% ડિહાઇડ્રેશનનો ભોગ બન્યા છો.તેથી, રૂટિનને એવું બનાવો કે તરસ્યા વિના પણ, દિવસ દરમ્યાન નિયમિત સમયે પાણી પીવાની ટેવ હે. તમારા શરીરમાંથી જે પરસેવો સતત નીકળી રહ્યો છે તેની ભરપાઈ થતી રહેશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution