અમદાવાદ-

વોટ્સએપ ભારતનો "ડેટા પ્રોટેક્શન કાયદો" આવે તે પહેલાં વપરાશકર્તાઓને વોટ્સએપ નવી નીતિ 2021 સ્વીકારવાની ફરજ પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેન્દ્રએ દિલ્હી હાઈકોર્ટને આજે જણાવ્યું હતું કે સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ "પર્સનલ ડેટા પ્રોટેક્શન" બિલ કાયદો બને તે પહેલાં તેના વપરાશકર્તાઓને નવી વોટ્સએપ ગોપનીયતા નીતિ 2021 સ્વીકારવા માટે દબાણ કરી રહ્યું છે.

વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ 2021 સરકારની દેખરેખ વિના વપરાશકર્તાની ઓનલાઇન પ્રવૃત્તિઓ અને ટ્રેક કરવાની મંજૂરી આપી રહી છે, જે તમામ બાબતો સામાન્ય વપરાશકર્તા માટે સૌથી મોટી ખતરારૂપ છે. વધુમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઈ કોર્ટને જણાવ્યું હતું કે "લાખો વોટ્સએપ વપરાશકર્તાઓ, જેમણે વોટ્સએપ 2021 ગોપનીયતા નીતિ સ્વીકારી નથી, તેમને વોટ્સએપ 2021 ગોપનીયતા નીતિ સ્વીકારવા માટે નોટિફિકેશન નુ બોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે.

સરકારે વોટ્સએપ પાસેથી સૂચનાઓ માંગી છે કે - દૈનિક નોટિફિકેશન તમે કેટલા યુઝરને મોકલી રહ્યા છો અને એમાંથી કેટલાક યુઝર્સ તમારી પોલીસી નો સ્વીકાર કરી લીધો છે, તેની માહિતી કેન્દ્ર સરકારને ઉપલબ્ધ કરાવો.એટલે કે, કેટલા લોકોએ વોટ્સએપ એ અપડેટ કરેલી 2021 ગોપનીયતા નીતિ સ્વીકારી છે, તે યુઝર્સની સંખ્યા જાહેર કરવા જણાવ્યું છે.