દુબઈઃ વિરાટ કોહલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું ટાઇટલ જીતવાના સપનાને પૂરુ કરવાનું અભિયાન આજથી શરૂ કરશે જ્યારે તેની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)નો મુકાબલો ટૂર્નામેન્ટમાં નિરંતર પ્રદર્શન કરનારી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે થશે.

બંન્ને ટીમોમાં એવા વિસ્ફોટક બેટ્સમેન છે જે પોતાના દમ પર મેચનું પાસુ પલટી શકે છે. કોહલીએ પાછલી કેટલીક સીઝનમાં હંમેશા સારૂ પ્રદર્શન કર્યું છે પરંતુ પ્રથમવાર ટાઇટલ જીતવાના તેનું સપનું ત્યારે પૂરુ થશે જ્યારે ટીમ દરેક વિભાગમાં સારૂ પ્રદર્શન કરશે. 

પહેલાથી મોટા ખેલાડીઓથી ભરેલી ટીમમાં ઓસ્ટ્રેલિયાનો સીમિત ઓવરનો કેપ્ટન એરોન ફિન્ચ આવવાથી બેટિંગ વધુ મજબૂત થઈ છે. યુવા ઓપનિંગ બેટ્સમેન દેવદત્ત પડીક્કલ પાસેથી પણ ખુબ આશા છે.  

તો બીજીતરફ વોર્નરે ત્રણ વખત ટૂર્નામેન્ટમાં ઓરેન્જ કેપ (સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર) હાસિલ કરી છે અને તેની આગેવાનીમાં ટીમ 2016મા ચેમ્પિયન બની હતી. વોર્નર અને જોની બેયરસ્ટો ટૂર્નામેન્ટની સૌથી ખતરનાક ઓપનિંગ જોડીમાંથી એક છે. પાછલી સીઝનમાં આસરીબી વિરુદ્ધ આ જોડીએ પ્રથમ વિકેટ માટે રેકોર્ડ (આઈપીએલ) રનની ભાગીદારી કરી હતી. તે આ લયને યથાવત રાખવા ઈચ્છશે. સનરાઇઝર્સની પાસે કેન વિલિયમસન, મનીષ પાંડે, મિશેલ માર્શ અને ફેબિયન એલેન જેવા શાનદાર બેટ્સમેન છે. પાછલા સત્રમાં છેલ્લા સ્થાને રહેનારી આરસીબીની ટીમ આ સત્રમાં ખુબ સંતુલિત લાગી રહી છે પરંતુ તેનું આકલન મેદાન પર જ થશે.