હરિદ્વાર-

અહીં ચાલી રહેલા કુંભમેળા પર્વ દરમિયાન ગઈ ૧૦ એપ્રિલથી લઈને ૧૪ એપ્રિલ સુધીના પાંચ દિવસમાં જ ૧,૭૦૦થી વધારે લોકોને કોરોનાવાઈરસ ચેપ લાગુ પડ્યો હોવાનું માલૂમ પડ્યું છે. આને કારણે એવી દહેશત ઊભી થઈ છે કે દુનિયાના આ સૌથી મોટા ધાર્મિક મેળાવડાથી ભારતમાં કોરોનાના કેસમાં વધારે અને ઝડપી ઉછાળો આવશે.

ચીફ મેડિકલ ઓફિસર શંભુકુમાર ઝાએ કહ્યું છે કે આ ૧,૭૦૦ના આંકડામાં હરિદ્વારથી લઈને દેવપ્રયાગ સુધી વિસ્તરેલા સમગ્ર કુંભમેળા ક્ષેત્રમાં પાંચ દિવસ દરમિયાન જુદા જુદા અખાડા (જૂથો)ના શ્રદ્ધાળુઓ અને સાધુઓના ઇ્‌-ઁઝ્રઇ અને રેપિડ એન્ટીજન ટેસ્ટ, એમ બંને પ્રકારના પરીક્ષણના અહેવાલોનો સમાવેશ થાય છે. હજી વધુ ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ રિપોટ્‌ર્સ આવવાના બાકી છે અને ટ્રેન્ડ પરથી એવું જણાય છે કે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધશે.