કચ્છ-

કચ્છ જિલ્લામાં મેઘમહેર યથાવક રહેવા પામી છે, તેમાં પણ વાત અબડાસાની કરીએ તો અબડાસામાં 4 કલાકમાં સાડા 7 ઇંચ વરસાદ પડી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નલિયા અને આસપાસના ગામની અનેક નદીમાં પાણીની આવક નોંધાઈ છે.નખત્રાણા અને લખપત માં 2 કલાકમાં અડધો ઇંચ વરસાદ પડતા ભીમપર,વાંકુ સહિત અનેક ગામની નદીમાં નવા નીર આવ્યા છે. 12 થી 2 દરમિયાન ડિઝાસ્ટર શાખાના આંકડા મુજબ 4.72 ઈંચ વરસાદ નોંધાયો હતો. નિચાણવાળા વિસ્તારોમા નલિયા અને આસપાસના ગામોમા પાણી ભરાઈ ગયા હતા.

ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છના અબડાસામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અબડાસા તાલુકામાં માત્ર 5 કલાકના ગાળામાં જ સાંબેલાધાર 10 ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. અબડાસા શહેરમાં નદીઓની માફક પાણી વહેતા થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણીથી સ્થાનિક લોકોની મુશ્કેલી વધારી. અબડાસા ઉપરાંત મુંદ્રામાં ચાર ઈંચ, નખત્રાણામાં ત્રણ ઈંચ, ભૂજ અને લખપતમાં એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો.