25, જુન 2025
2178 |
આણંદ, પેટલાદ શહેરમાં શેખડી રોડ ઉપર લક્ષ્મી રાઈસ મીલ સુરાકુવા આસપાસના વિસ્તારના રહીશોને રસ્તાની સુવિધા ન મળવાને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. પેટલાદ નગરપાલિકા હદમાં આવતા આ વિસ્તારના રહીશોને રસ્તાની પ્રાથમિક સુવિધા મળતી નથી. આ વિસ્તારમાં જાે કોઈ બનાવ બને તો ૧૦૮ પણ આવી શકે તેમ નથી.શાળાના બાળકોને પણ જવા અવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહે છે. હાલ વિકાસની વાતો થઈ રહી છે ત્યારે પેટલાદના શહેરી વિસ્તારના રહીશોને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા મળી રહી નથી.પેટલાદ શહેરમાં શેખડી રોડ ઉપર લક્ષ્મી રાઈસ મિલ નજીક સુરાકુવા આસપાસમા અનેક પરિવારો વસવાટ કરે છે. પેટલાદ નગરપાલિકા હદમાં આવતા આ વિસ્તારના રહીશોને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા મળી નથી. હાલ આ વિસ્તારમાં લોકોને કાદવ કીચડ વાળા રસ્તેથી જવું પડે છે. જાે કોઈ બનાવ બને અને ઇમર્જન્સી એમ્બ્યુલન્સ ની જરૂર પડે તો ૧૦૮ પણ આવી શકે તેમ નથી.આ વિસ્તારના રહીશો તેમ જ ખેડૂતોને પણ ખેતરમાં માલ સામાન લઈ જવામાં ખૂબ જ તકલીફ પડે છે. આ સાથે શાળાએ જતા બાળકોને પણ કાદવ કીચડમા થઈને જવું પડે છે.હાલ વિકાસની વાતો થઈ રહી છે ત્યારે પેટલાદના શહેરી વિસ્તારમાં આવતા રહીશોને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા ન મળતા તંત્ર પ્રત્યે રોષ ભાભુકતો જાેવા મળે છે. ત્યારે આ વિસ્તારમાં રસ્તાની યોગ્ય સુવિધા વેહલી તકે કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.