અમદાવાદ-

ધંધુકાના મુંજાર ગામના રહેવાસી ઘનશ્યામભાઈ કણજરિયા(૪૩) કંસ્ટ્રક્શનનો ધંધો કરે છે. ગત ૨૫ મેના રોજ તેમના મિત્ર શૈલેષભાઈ મેણીયાએ ઘનશ્યામભાઈને કહ્યું હતુ કે ડાંગમાં રહેતા પ્રીતીબહેન મીનાનાથ રાસકરને હું ઓળખુ છું, તેમણે કહ્યું હતું કે તમારા ધ્યાનમાં કોઇ ટ્રસ્ટ હોય તો કહેજાે. મારી પાસે એક કંપની છે જે તમે કહેશો તો ટ્રસ્ટમાં રૂ.૧.૫૦ કરોડ જમા કરાવશે. જેમાંથી ૧ કરોડ પાછા મળશે અને રૂ.૨૫ લાખ ટ્રસ્ટમાં દાન તરીકે આપશે. આંગડિયા પેઢીમાં ૧ કરોડ રૂપિયા જમા કરાવીને થોડા જ કલાકમાં ટ્રસ્ટના ખાતામાંથી આરટીજીએસ થી રૂ.૧.૫૦ કરોડ પાછા મેળવવાની લોભામણી જાહેરાતમાં આવીને વેપારીએ રૂ.૧ કરોડ ગુમાવ્યા છે.

મહિલા સહિતની ટોળકીએ વેપારી પાસેથી રૂ.૧ કરોડ પડાવી લઈ છેતરપિંડી કરી હતી. આ અંગે વેપારીએ નવરંગપુરા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પ્રિતીબહેને તેમને જણાવ્યું હતંુ કે તમે આંગડિયા પેઢીમાં રૂ.૧ કરોડ જમા કરાવો અને એક થી દોઢ કલાકમાં તમારા ખાતામાં ક્રિષ્ના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ(ભાવનગર) ના એકાઉન્ટમાંથી આરટીજીએસ થી રૂ.૧.૫૦ કરોડ જમા થઇ જશે. જાે કે તેઓ ગયા ત્યારે પેઢીની ઓફિસ બંધ હોવાથી પ્રીતીબહેનને ફોન કરતા એક માણસ આવ્યો હતો અને તેણે પોતાની ઓળખાણ પેઢીના મેનેજર અશોકભાઈ તરીકે આપી હતી. ત્યારબાદ તેણે ઘનશ્યામભાઈ પાસેથી રૂ.૧ કરોડ લઈ લીધા હતા અને આંગડિયા પેઢીના લેટર પેડ પર પૈસા આપ્યા હોવાનું લખાણ લખીને રૂ.૧૦ ની નોટ ફાડી નોટનો એક ભાગ ઘનશ્યામભાઈને આપ્યો હતો. ત્યારબાદ તમણે લેટર પર રાઉન્ડ સિક્કો મારીને ચીઠ્ઠી આપી. જાે કે પૈસા આપી દીધા બાદ ઘનશ્યામભાઈ ત્યાંથી નીકળી ગયા બાદ પ્રીતીબહેન અને તેમના સાગરીતોએ તેમના ફોન બંધ કરી દીધા હતા. જેથી વિશ્વાસમાં આવીને ઘનશ્યામભાઈએ રૂ.૧ કરોડ ભેગા કર્યા હતા અને પ્રીતીબહેને જણાવ્યા અનુસાર તે પૈસા લઈને સ્ટેડિયમ છ રસ્તા હિરા પન્ના કોમ્પ્લેક્ષમાં આવેલી વી.બી.એન્ટરપ્રાઈઝ જૂના આંગડિયામાં પૈસા આપવા ગયા હતા.