પરંપરાગત વાનગીઓ વિસરાતી જાય છે ત્યારે અહીં પ્રસ્તુત છે નવા સાધનો સાથે પ્રાચિન વાનગીની સાવ સરળ રીત. માત્ર 10 જ મિનિટમાં તમે ફટાફટ પૌષ્ટિક ફાડા લાપસી બનાવી શકો છો. તો થઈ જાવ તૈયાર આ રહી રીત અને રેસિપી.

10 મિનિટમાં ઝટપટ બનાવો ફાડા લાપસી

સામગ્રી :

1 બાઉલ ફાડા,1 બાઉલ ઘી,1 બાઉલ ગોળ,3 બાઉલ પાણી,ડ્રાયફ્રુટસ, ઈલાયચી,જાયફળ

રીત:

કૂકરમાં અડધો બાઉલ ઘી નાંખી. તેમાં 1 બાઉલ ફાડા નાંખી શેકી લોફાડા સફેદ રંગના અને વજનમાં હલકા થઈ જાય ત્યાં સુધી શેકોતેમાં પાણી અને ગોળ ઉમેરી કૂકર વાખી દો.હવે કૂકરની 4 સીટી વગાડોકૂકરને ખોલી તેમાં અડધો બાઉલ ઘી, ડ્રાયફ્રુટસ, ઈલાયચી, જાયફળ વગરે ઉમેરી, ગરમા ગરમ પીરસો.