અમદાવાદ-

રાજ્યમાં 6 મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, દરેક રાજકીય પક્ષ મતદારોને આકર્ષવા માટેના પ્રયાસ શરૂ કરી દીધા છે, ત્યારે પ્રચાર-પસારની સામગ્રીની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે. ત્યારે હવે તમામ રાજકીય પક્ષ ડિજિટલ પ્રચાર કરી શકે તે માટે "રાજનેતા" નામની એક એપ તૈયાર કરવામાં આવી છે. જેનાથી કોઈપણ પક્ષના ઉમેદવાર તેના વિસ્તારમાં રહેતા લોકો સુધી સરળતાથી માહિતી પહોંચાડી શકશે. સામાન્ય રીતે તમામ રાજકીય પાર્ટીના આઇટી સેલ અને સોશિયલ મીડિયા સેલ હંમેશા પાર્ટીના પ્રચારમાં રચ્યાપચ્યા હોય છે, પરંતુ ઘણી વખત લોકો તેઓને સોશિયલ મીડિયા પણ ઘણા કારણોને લીધે ફોલો નથી કરતા સાથે જ ઘણી વિવાદિત પોસ્ટના કારણે પણ લોકો તેને જાેવાનું ટાળે છે,

પરંતુ ચૂંટણી ટાણે જાે ઉમેદવારના સંપર્કમાં રહેતા સ્થાનિક લોકો પાસે જાે ઉમેદવારની માહિતી પહોંચે તો તે ચોક્કસ ચૂંટણીમાં અસરકારક બનતી હોય છે. તેવો વિક્રેતાનો દાવો છે આ રાજનેતા એપમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારની માહિતી નો ડેટા સંગ્રહ કરેલો હોય છે. જેથી ઉમેદવાર જાે એપ થકી પોતાનું નામ અંદર દાખલ કરે તો તેની સંપૂર્ણ વિગતની ઈકોપી તૈયાર થઈ જાય છે, જેથી તે તેને વોટ્‌સએપ કે એસએમએસ ના દ્વારા સ્થાનિક લોકો સુધી પહોંચાડે છે.

મહત્વ છેકે, ચૂંટણી દરમિયાન દરેક પક્ષ મતદાર યાદી લઈને બુથ પર કાર્યકતાઓને બેસાડે છે જેમાં ઘણીવાર નામ ન મળવા ના કારણે મતદાર પણ મતદાન કરવા નથી જતો જેથી આ એપની મદદથી ૧ મિનિટથી ઓછા સમયમાં કોઈ પણ વિસ્તારના કોઈ પણ નાગરિકની મતદાનને લગતી માહિતી મેળવી શકાય છે. એપ ના ડેવલોપરે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો આજે પણ ઘણા સ્થાનિક લોકો તેઓના કાઉન્સિલરના નામ નથી જાણતા તે માત્ર પક્ષ ને જ ઓળખતા હોય છે જાેકે આ એપની મદદથી પક્ષના નામની સાથે ઉમેદવારની નામથી માંડીને તેના ઘરના સરનામાંની માહિતી પણ સ્થાનિકો સુધી એક જ ક્લિકમાં પહોંચાડી શકાશે. સાથે ઉમેદવાર પાર્ટીના કાર્યકતાઓને પણ આ એપ થકી પ્રચાર કરાવી શકે છે. જેથી ઉમેદવાર અને પાર્ટીની માહિતી વધુમાં વધુ લોકો જાેડે પહોંચી શકે છે.