સયાજીનગરગૂહ ની ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ પદવીદાન સમારોહમાં ભાગ લેવા આવતા યુનિ. આયોજકો ને આ વિદ્યાર્થીઓને કઇરીતે સમાવવા તેની ચિંતા વધી ગઇ હતી. અને છેલ્લી મિનિટે વિદ્યાર્થીઓનો રોષો ઓછો કરવા માટે સયાજીનગર ગૂહ બહાર એલઇડીમુકવામા આવ્યુ હતુ. અને બીજા બે એલઇડી ગૂહનાં પ્રવેશદ્રાર પહેલા બહાર મુકવામાં આવ્યા હતા અને ત્યાં ખુરશીઓ મુકવામાં આવી હતી.

૫૨૦ રૂપિયાની ફી ચૂકવી વિદ્યાર્થીઓ હાંસિયામાં ધકેલાયા,

ફી પરત મળશે?

 યુનિ. સત્તાધીશોએ સમગ્ર પદવીદાન સમારોહને હાસ્યપદ બનાવી દિઘો હતો. ૫૨૦ રૂપિયા ભરી પોતાના શૈક્ષણિક કેરીયરની યાદગાર ક્ષણો પોતાના જીવનમાં યાદ કરવાની ઘટના ડીગ્રીધારકો વિદ્યાર્થીઓ માટે યુનિ. સત્તાધીશોએ દુસ્વપ્ન બનાવી દીઘુ હતુ અને જે વિદ્યાર્થીઓ પદવી લેવા આવ્યા હતા અને જેમના માટે આ પદવીદાન સમારોહ યોજાઇ રહ્યો હતો તેજ વિદ્યાર્થીઓ બહાર રહેતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. સમારોહમાં પ્રવેશ ન થનાર વિદ્યાથીઓને યુનિ. સત્તાધીશો ૫૨૦ રૂપિયા ફી પરત કરશે ખરા?