રાજ્યના ૯૧ તાલુકામાં હળવાથી ભારે વરસાદ
22, જુન 2021

અમદાવાદ,  રાજ્યમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રીક વરસાદ પડી રહ્યો છે. રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. ત્યારે સોમવારે સાંજે ૪ વાગ્યા સુધીમાં રાજ્યના ૯૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંય ઓછો વરસાદ પડી ચુક્યો છે. સાંજે ૪ વાગ્યા સુધીમાં રાજ્યના ૯૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહુવા અને લુણાવાડામાં ૨ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ડીસા અને વીરપુરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ચાણસ્મા, સરસ્વતી, મોરવાહડફમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના ૧૧ તાલુકામાં ૧ ઇંચ કરતા વધુ વરસાદ છે. રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે પંચાયત હસ્તકના ૭ રસ્તા બંધ થઈ ગયા છે. જેમાં પાટણ, બનાસકાંઠા અને ભાવનગર જિલ્લાના ૭ રસ્તાઓ બંધ થયા છે. બનાસકાંઠામાં ૧, પાટણમાં ૫ અને ભાવનગરમાં ૧ રસ્તો બંધ થયો છે. જાે કે, પાલનપુર તાલુકાના વેડંચાથી હોડા ગામને જાેડતો લડબી નદી પરના પુલનો રોડ પ્રથમ વરસાદમાં કાગળની જેમ તૂટી પડ્યો હતો. જાે કે, અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદ જાેવા મળી રહ્યો છે. શહેરના શિવરંજની ચારરસ્તા, જાેધપુર, નહેરૂનગર, એલિસબ્રીજ, એએમસી, ગીતા મંદિર, આશ્રમ રોડ, નારણપુરા, હેલ્મેટ સર્કલ, અંધજન મંડળ, શ્યામલ, અને ચાંદખેડા સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution