નસવાડીઃ નસવાડી તાલુકાના લિંડા ગામ ખાતે ચાલતી કન્યા સાક્ષરતા શાળાના ભોજનનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો આદેશ ગાંધીનગરના કર્યાપાલાક નિયામક દ્રારા કરવામાં આવ્યો છે.ભોજનમા વિધાર્થીનીઓને ગુણવતા વાળો ખોરાક ના આપતાં ૭૦ વિધાર્થીનીઆએે નિયામકને રૂબરૂ મા જવાબ આપ્યો હતો જેના લીધે ભોજન નો કોન્ટ્રાક રદ કરાયો લોકસતા જનસતા અહેવાલની અસર પડી છોટાઉદેપુર સાંસદ અને ભરૂચ સાંસદની મહેનત રંગ લાવી છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકામા લિંડા ખાતે ચાલતી શાળામાં ૧૪૦૦ વિધાર્થીનીઓ મોડલ સ્કૂલ અને સાક્ષરતા કન્યા શાળામાં અભ્યાસ કરે છે કન્યાઓને રહેવા અને ભોજન ની સુવિધા સરકાર દ્રારા પુરી પાડવામાં આવે છે આ શાળાઓનું સંચાલન છોટાઉદેપુર જીલ્લાના પ્રયોજના અધિકારી આદિજાતિ વિભાગ દ્રારા કરવામા આવે છે લિંડા ગામે ચાલતી શાળામા વિધાર્થીઓને ભોજન હલકી ગુણવતા વાળું તેમજ પાણી વાળું દૂધ અને કાચી રોટલી આપવામાં આવતી હોવાથી વિદ્યાર્થીનીઓએ હલાબોલ કરતા આની તપાસ માટે ગાંધીનગરથી કાર્યપાલક નિયામક શાળાએ આવીને તાપસ હાથધરી અહેવાલ તૈયાર કરી બંધ કવરમાં સરકારમાં સોંપ્યો હતો ૭૦ જેટલી વિદ્યાર્થીનીઓના એક પછી એક જવાબ લીધા કાર્યપાલક નિયામકએ લીધા હતા જેમાં ભોજન ખરાબ અપાતું હોવાની વિધાર્થીનીઓ અધિકારીઓને રજુવાત કરતા ખરભળાટ મચી ગયો હતો જેને લઈને સમગ્ર મામલામા તપાસનો ધમધમાટ થયો હતો જયારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અભેસિંહ તડવી અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા પોતાના આદિવાસી સમાજની કન્યાઓની વહારે આવ્યા હતા ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ લોકસતા જનસતાના અહેવાલને જાેઈન્ટ કરીને આદિજાતિ મંત્રીને પત્ર લખ્યો હતો સરકારે આની ગંભીર નોંધ લીધી છે અને તાત્કાલિક અસરથી લિંડા મોડલ સ્કૂલમા ભોજન પૂરું પડતી એજન્સીને રદ કરી અને નવી એજન્સીને ભોજન બનાવવા માટે નો ઈજરો આપવામાંનો હુકમ કર્યો છે જેથી લોકસતા જનસતાના અહેવાલની અસર પડી છે