મોરબીમાં પુંઠાની આડમાં થતી દારૂની હેરાફેરી ૧૩. ૮૨ લાખનો માલ પકડાયો
22, જાન્યુઆરી 2023

મોરબી, બુટલેગરો બેફામ બની અવનવી તરકીબ અપનાવી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા અવનવા હથકંડા અપનાવી રહ્યાં છે. અને દારૂની હેરાફેરી કરી યુવાધનને બરબાદીના પંથે લઈ જઈ રહ્યાં છે. ત્યારે આજે એક એવો જ કિસ્સો સામે આવ્યો જ્યાં એક ટ્રકમાં પૂંઠાના સ્ક્રેપની આડમાં વિદેશી દારૂ ભરેલો ટ્રક મહારાષ્ટ્રથી કચ્છ તરફ જઈ રહ્યો હતો. ત્યારે મોરબી એલસીબીએ અણીયારી ટોલનાકા પાસે તેને ઝડપી પાડી તેમાંથી રૂ. ૧૩.૮૨ લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા. પુછપરછ દરમિયાન વધુ એક આરોપીનું નામ ખુલતા આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

બનાવની મળતી વિગતો મુજબ, મોરબી એલસીબીને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી એક ટ્રક માળીયા મિયાણા તરફ આવવાનો છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. તેવી ચોકકસ બાતમીના આધારે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવતા તે ટ્રક નીકળતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. તેમાં પૂંઠાની આડમાંથી ૭૭૨૦ દારૂની બોટલ જેની કિંમત રૂપિયા ૯ લાખ ૫૦ હજાર ૪૦૦ અને બિયરની ૪૩૨૦ બોટલ કિંમત રૂપિયા ૪ લાખ ૩૨ હજાર મળી કુલ રૂપિયા ૧૩.૮૨ લાખનો જથ્થો મળી આવેલો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution