ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિરના પરિસરમાં જ ફરશે
23, જુન 2020

વડોદરા, તા.૨૨ 

ઈસ્કોન મંદિરના ઉપક્રમે છેલ્લાં ૩૮ વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વખતે કોરોના મહામારીના કારણે રદ કરવામાં આવી છે. જા કે, ભગવાનની રથયાત્રા મંદિર પરિસરમાં નિર્ધારીત રૂટ પર ગણતરીના લોકોની ઉપÂસ્થતિમાં વાજતેગાજતે કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જા કે, હાઈકોર્ટ દ્વારા અમદાવાદની રથયાત્રાની મંજૂરી મળે તો નિયમો સાથે રથયાત્રા માટેની તૈયારી દર્શાવાઈ છે. તયારે વડોદરાની રથયાત્રા સંદર્ભે મોડી રાત્રે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. પુરીની યાત્રા અંગે સર્વોચ્ચ અદાલતે શરતીમંજૂરી આપતાં અમદાવાદ-વડોદરાના શ્રદ્ધાળુઓમાં આશા જાગી છે.

અષાઢી બીજના દિવસે છેલ્લાં ૩૮ વર્ષથી ઈસ્કોન મંદિર દ્વારા પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. રથયાત્રા પૂર્વે રાત્રે રથ રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવે છે અને ત્યાર બાદ ભગવાનની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે હાઈકોર્ટે રથયાત્રા પર મનાઈ ફરમાવી છે. જેના કારણે મંદિરના વહીવટકર્તાઓ દ્વારા આ વખતે રથયાત્રા જાહેર માર્ગ પર નહીં કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મંદિરના વહીવટકર્તાઓ સાથે બેઠક બાદ મંદીર પરિસરમાં જ રથયાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે. રથયાત્રા મંદિરના નિર્ધારીત રૂટ પર સંતો અને ગણતરીના લોકોની ઉપÂસ્થતિમાં રથયાત્રા કાઢવામાં આવશે. જા કે, ઓડિશાની પુરીની રથયાત્રાને સુપ્રીમ કોર્ટ દ્વારા શરતો સાથે મંજૂરી આપવામાં આવી છે ત્યારે અમદાવાદમાં પણ હાઈકોર્ટ દ્વારા મંજૂરી મળે તો શરતો અને નિયમો સાથે રથયાત્રા કાઢવાની તૈયારી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું ત્યારે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી વડોદરામાં ઈસ્કોન મંદિરના પરિસરમાં જ રથયાત્રા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ અમદાવાદમાં શરતો સાથે હાઈકોર્ટ દ્વારા રથયાત્રાની મંજૂરી આપવામાં આવે તો વડોદરામાં પણ ખલાસીઓની જગ્યાએ ટ્રેકટર કે અન્ય વાહન દ્વારા રથને ખેંચીને રથયાત્રાને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution