બોલિવૂડની એક સમયની અત્યંત સફળ અને લોકપ્રિય એક્ટ્રેસ માધુરી દીક્ષીત નેને એકેડમી ડાન્સ વિથ માધુરી (ડીડબ્લ્યૂએમ) દ્વારા વર્ચ્યુઅલ સમર ડાન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી લોકોને ડાન્સ સમર કેમ્પની પ્રવૃત્તિના માધ્યમથી કાંઇક નવું શીખવાની તક મળશે. સમર ડાન્સ કેમ્પને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે લોકો તેમની પસંદ અને કુશળતાના આધારે ડાન્સના પ્રકારની પસંદગી કરી શકે. શુક્રવારથી શરૂ થતો આ કેમ્પ ૪૫ દિવસ સુધી ચાલશે.